હાઇકોર્ટના જજ એન્ડ્રયૂ હેનશોએ કહ્યું છે કે માલ્યા ભારતને પ્રત્યર્પણ કરવાનો વિરોધ કરી રહ્યાં છે. નોંધનીય છે કે જજ હેન શોએ આ પહેલા મંગળવારના રોજ લંડનની એક અદાલતે ભારતીય બેન્કો તરફથી દાખલ કરવામાં આવેલા કેસમાં માલ્યા વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. જજ એન્ડ્રયુ હેન્શોએ કહ્યું કે આઇડીબીઆઇ સહિત તમામ ધિરાણકર્તાઓ આરોપો અંગે ભારતીય અદાલતના નિર્ણય પ્રમાણે કાર્યવાહી કરી શકે છે.
2/5
માલ્યા પર ભારતમાં કરોડો રૂપિયાની છેતરપિંડી તથા મની લોન્ડ્રિંગનો આરોપ છે. આ મામલો સામે આવ્યાં પછી તે દેશ છોડીને ફરાર થઇ ગયો હતો.
3/5
જજ એન્ડ્રયૂ હેનશોએ તેમના ફેંસલામાં લખ્યું છે કે, ‘ઉપરોક્ત તમામ હાલતને ધ્યાનમાં રાખીને એટલે સુધી કે માલ્યા દ્વારા પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના આધારે માલ્યાને ભાગેડુ જાહેર કરી શકવા માટેનો પૂરતો આધાર છે.’
4/5
13 ભારતીય બેન્કોએ 1.55 અબજ પાઉન્ડ (આશરે 10,000 કરોડ રૂપિયા) વસૂલ કરવા અંગે લંડનની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. સુનાવણી દરમિયાન માલ્યાના વકીલોએ કોઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
5/5
લંડનઃ બ્રિટનની કોર્ટે કહ્યું કે લિકર કિંગ વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરી શકાય છે. ભારતીય બેંક પાસેથી લગભગ 9000 કરોડ રૂપિયાની લોન લઇને ફરાર થયેલા વિજય માલ્યાનો ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો છે.