શનિવારે પીએમ મોદીએ કોઝીકોડમાં રેલીને સંબોધિત કરતા પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાનના લોકોઓ પોતાના નેતાઓને કહેવું જોઈએ કે ભારત અને પાકિસ્તાનને એક સાથે જ આઝાદી મળી હતી પરંતુ ભારત સોફ્ટવેર એક્સપોર્ટ કરે છે અને અમારો દેશ આતંકવાદી એક્સપોર્ટ કરે છે. તેમણે કહ્યું કે, ભારત ક્યારેય ઉરી આતંકવાદી હુમલાને ભૂલી ન શકે. સાથે જ તેમણે પાકિસ્તાનને પડકાર ફેંક્યો કે જો તે યુદ્ધ ઈચ્છે છે તો ગરીબી અને સમાજની અન્ય બદીઓની વિરૂદ્ધ લડે.
2/3
વોશિંગ્ટન સ્થિત સિંધી ફાઉન્ડેશનને સિંધી ભાષા અને લોકોની સુરક્ષાના પ્રયત્નો માટે શરમનનું સન્માન કર્યું. કોંગ્રેસ સભ્યએ કહ્યું કે, આ સરકાર સમૃદ્ધ સિંધી ભાષા અને સંસ્કૃતિને દબાવવા માટે સરકારી મશીનરીનો ઉપયોગ કરી રહી છે. શરમને કહ્યું કે, જો ઇસ્લામાબાદ વિચારે છે કે સંસ્કૃતિઓને દબાવવાનો ઓછો કે વધારે પ્રયત્ન તેની ભુભાગીય એકતાને જાળવી રાખવાની એક રીતે છે તો આવા વિચાર ધરાવતા લોકોએ બાંગ્લાદેશ તરફ જોવું જોઈએ. કરાચી સ્થિતિ સિંધ યનાઈટેડ પાર્ટીના અધ્યક્ષ સૈયદ જલાલ મોહમ્મદ શાહે દાવો કર્યો કે, રાષ્ટ્ર સિદ્ધાંતને કારણે આજે પાકિસ્તાનમાં ધાર્મિક ઉગ્રવાદની બોલબાલા છે.
3/3
અમેરિકાના એક ટોચના સાંસદે પાકિસ્તાન પર શાસન કરવા માટે આતંકવાદીઓનો ઉપયોગ કરવા અને દેશમાં અન્ય સંસ્કૃતિઓને દબાવવાનો આરોપ લગાવતા ચેતવણી આપી કે જો આવું જ ચાલતું રહેશે તો પાકિસ્તાને વર્ષ 1971ના ભાગલા જેવી સ્થિતિનો સામનો કરવો પડશે. કોંગ્રેસના બ્રેડ શરમને ગઈકાલે એક કાર્યક્રમમાં કહ્યું કે, જે લોકો વિચારે છે કે તે એન્ય સંસ્કૃતિઓ પર હુમલો કરી તથા તેને દબાવીને પાકિસ્તાનને એક કરી શકે છે તેને ઢાકા જવું જોઈએ. શરમન સદન એશિયા અને પ્રશાંત ક્ષેત્ર પર વિદેશ મામલોની ઉપ સમિતિના સભ્ય પણ છે. સિંધી ફાઉન્ડેશનમાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, એક પછી એક આવતી પાકિસ્તાન સરકાર, ખાસ કરીને હાલની સરકારે સિંધિયોની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર પર તબક્કાવાર હુમલા કરવાનો પ્રયત્ન કર્યો છે.