શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Locust: ખેડૂતના પાકને તબાહ કરી નાંખે છે તીડ, જાણો તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરશો
How to control Locust: તીડનું ટોળું આવતું હોવાની જાણ થાય તો તરત જ ગ્રામજનોને સાવધ કરો, ખેતરમાં ઢોલ, પતરના ડબ્બા કે થાળીઓ વગાડી મોટો અવાજ કરો.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
Locust Control: તીડ એક જાતના તીતીઘોડા છે.જે અનુકુળ પરિસ્થિતિમાં ટોળા બનાવીને સેંકડો માઇલ સુધી એક ધારા ઉડીને દુરના પ્રદેશમાં આક્રમણ કરીને ખેતીવાળા પ્રદેશમાં ઉતરીને હજારો એકર પાકેને નકુશાન કરે છે. તાજા નીકળેલા લાલ તીડ ખૂબ જ ખાઉધરા હોય છે અને દૂર ઉડવાની ક્ષમતા ધરાવે છે.
તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરશો
- તીડનું ટોળું આવતું હોવાની જાણ થાય તો તરત જ ગ્રામજનોને સાવધ કરો, ખેતરમાં ઢોલ, પતરના ડબ્બા કે થાળીઓ વગાડી મોટો અવાજ કરો.
- તીડનું ટોળું રાત્રી રોકાણ કરે તો કેરોસીનના કાકડા અથવા ફ્લેમથ્રોઅર સળગાવીને ભગાવો.
- લીમડાની લીંબોળીની માંજનો ભુકો 500 ગ્રામ (5 ટકા અર્ક) અથવા લીમડાનું તેલ 40 મીલી + કપડાં ધોવાનો પાઉડર 10 ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર કરેશ કીટકનાશર 20 મીલી થી 40 મીલી 10 લીટર પાણીમાં ઉમેરી આ દ્રાવણનો છંટકાવ કરવાથી તીડ આવા છોડ ખાતા નથી.
- તીડે જ્યાં ઈંડા મુક્યા હોય તે વિસ્તારમાં ઊંડી ખેડ કરીને ઇંડાનો નાશ કરવો. ઉપરાંત જે વિસ્તારમાં તીડે ઈંડા મૂક્યા હોય તે વિસ્તારની જમીન પર એક હેકટર દીઠ 25 કિલોગ્રામ જેટલી મેલાથીઓને 5 ટકા ભૂકીના પટ્ટા કરવા.
- તીડન બચ્ચા મોટા થયા પછી ખોરાકની શોધમા આગેકૂચ કરતા હોય ત્યારે અનુકૂળ જગ્યાએ લાંબી ખાઈ ખોદીને તીડના બચ્ચાના ટોળા દાટી દેવા.
- તીડના બચ્ચાના ટોળાને આગળ વધતાં અટકાવવા જેરી પ્રલોભકા (ઘઉં-ડાંગર ભૂસાની 100 કિલોગ્રામ)નીસાથે ફેનીટોથ્રીઓન (0.5 કિગ્રા) જંતુનાશક દવા + ગોળની સસી (5 કિલોગ્રામ) 0.4 ટકા ક્વાનાલફોસ 1.5 ટકા ભૂકીનો છંટકાવ કરવો.
- તીડ જોવા મળે તો તરત જ અસર પામતાં ગામના સરપંચ, તલાટી કમ મંત્રી દ્વારા તીડનો અહેવાલ ગ્રામસેવક વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જીલ્લા ખેતીવાડી અધિકારીને ઈમેલ, ટેલીફોન, મોબાઇલ, વોટ્સએપ, એસએમએસ દ્વારા મોકલવો. જો આ શક્ય ન હોય તો ખાસ માણસ દ્વારા શક્ય તેટલી વહેલી તકે પહોંચતો કરવો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)