શોધખોળ કરો

Agriculture News : ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સીઝનમાં વાવેતર માટે છોડાયું પાણી

ભિલોડા અને મોડાસા તાલુકાના 15 ગામના ખેડૂતોને ફાયદો થશે. 1500 હેક્ટર જમીનના વાવેતરને ફાયદો થશે.

Gujarat Agriculture News: ગુજરાતમાં રવિ સીઝનમાં વાવેતર કરતાં ખેડૂતો માટે મોટા સમાચાર છે. શામળાજીના મેશ્વો ડેમ માંથી 100 ક્યુસેક પાણી છોડાયું છે. રવિ સિઝનમાં વાવેતરની  સિંચાઈ માટે પાણી છોડાયું છે. ભિલોડા અને મોડાસા તાલુકાના 15 ગામના ખેડૂતોને ફાયદો થશે. 1500 હેક્ટર જમીનના વાવેતરને ફાયદો થશે.

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બંપર આવક, અમરેલી જિલ્લાના એક પણ સેન્ટર પર ટેકાના ભાવે નથી થયો ખરીદીનો પ્રારંભ

અમરેલી જિલ્લાના બીજા નંબરના એપીએમસી સાવરકુંડલામાં સાવરકુંડલા શહેર સહિત આસપાસના ગામડા તથા અન્ય તાલુકામાંથી ખેડૂતો પોતાની જણસ લઇ અને હરાજી માટે અહીં આવે છે. તહેવારોની રજા પૂર્ણ થતા માર્કેટિંગ યાર્ડ ખુલ્યા છે ત્યારે સાવરકુંડલા એપીએમસી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો આજે મગફળી લઈને હરાજીમાં આવ્યા છે.  દિવાળી પહેલા ખુલ્લા બજારમાં મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહેતા હતા તેવું ખેડૂતો જણાવી રહ્યા છે, હાલ પૂરતા ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા. ઉપરાંત અમરેલી જિલ્લાના એક પણ સેન્ટર ઉપર ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો નથી ત્યારે  ખેડૂતો પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે. સરકારે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી, મગની ખરીદી કરવાની જાહેરાત કરી હતી પરંતુ અમરેલી જિલ્લામાં હજુ સુધી અમલ ન થતાં ખેડૂતોમાં રોષ છે.

ખેડૂતોના કહેવા મુજબ, અમરેલી જિલ્લામાં આ વર્ષે મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. વધુ વરસાદ પડવાના કારણે મગફળીનું ઉત્પાદન ઘટ્યું છે, દિન પ્રતિદિન ખેતી મોંઘી થઈ રહી છે, દવા બિયારણનો ખર્ચ વધી રહ્યો છે. દિવાળી પહેલા હરાજીમાં સારા ભાવ મળતા હતા પરંતુ હાલ નથી મળી રહ્યા.

કેટલા મળી રહ્યા છે ભાવ

દિવાળીની રજા પૂર્ણ થતા લાભ પાંચમ ના દિવસે માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખૂલતી બજારનો આજે પ્રથમ દિવસ છે, ખેડૂતો મોટી સંખ્યામાં માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી લઈને આવ્યા છે, અંદાજિત 25,000 મણ મગફળીની આવક થઈ છે. ખેડૂતોને 1000 થી 1400 રૂપિયા સુધી હરાજીમાં ભાવ મળી રહે છે.

પાક માટે વરદાન સાબિત થયું નેનો યુરિયા

પાકના સારા ઉત્પાદન માટે ઘણા પ્રકારના ખાતર-ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં જૈવિક ખાતરનો ઉપયોગ જમીન અને પર્યાવરણ માટે સલામત છે, પરંતુ રાસાયણિક ખાતરો જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. આ સાથે પર્યાવરણને પણ અનેક પ્રકારના નુકસાન થાય છે. રાસાયણિક ખાતરો જમીનમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે. તેના ઉપયોગથી ભૂગર્ભજળનું સ્તર પણ નોંધપાત્ર રીતે ઘટે છે, તેથી જૈવિક ખાતરો અને જૈવિક ખાતરોના ઉપયોગને મહત્વ આપવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નેનો યુરિયા એક સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. નેનો યુરિયા લિક્વિડ ફર્ટિલાઇઝર યુરિયાનું પ્રવાહી સ્વરૂપ છે. નાઈટ્રોજન તેના થોડા ટીપાં દ્વારા જ છોડને પૂરો પાડવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે નેનો યુરિયા પર્યાવરણને કોઈ નુકસાન કરતું નથી. આ સ્પ્રેના થોડા ટીપાં પૂરતા છે, જે જમીન અને છોડ દ્વારા શોષાય છે.

નેનો યુરિયાનો ઉપયોગ કરવાની સાચી રીત

અત્યાર સુધી યુરિયા માત્ર સફેદ પાવડર અથવા ગ્રાન્યુલ્સના રૂપમાં જ ઉપલબ્ધ હતું, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ઇકો-ફ્રેન્ડલી નેનો લિક્વિડ યુરિયાને બજારમાં ઉતારી છે. પાક પર પ્રવાહી યુરિયાનો છંટકાવ કરવો ખૂબ જ સરળ છે. જ્યાં ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા, તેઓને ચામડીના ચેપ અને આરોગ્યને લગતી ઘણી સમસ્યાઓ થતી હતી. આવી સ્થિતિમાં, પ્રવાહી યુરિયાને સ્પર્શ કર્યા વિના અને કોઈપણ નુકસાન વિના પાક પર છંટકાવ કરી શકાય છે. આ માટે 2 થી 4 મિ.લિ. 1 લીટર પાણીમાં નેનો યુરિયા ભેળવીને લિક્વિડ બનાવો. કૃષિ તજજ્ઞોના મતે એક પાકમાં માત્ર બે વાર નેનો યુરિયાનો છંટકાવ પૂરતો છે. પ્રવાહી યુરિયામાં હાજર નાઇટ્રોજન તત્વો છોડના પાંદડા દ્વારા શોષાય છે. આ રીતે, પરંપરાગત યુરિયાની તુલનામાં, તે પણ પ્રદૂષણનું કારણ નથી અને ઓછા ખર્ચમાં બમણો ફાયદો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget