વડોદરાના ખેડૂતો માટે મોટા સમાચાર, ગંધારા સુગર ફેક્ટરી ફરી શરૂ થશે
Vadodara Sugar Factory : શેરડીનો ખેતીપાક કરતા ખેડૂતોની માંગ હતી કે વડોદરા સુગર ફેકટરી ચાલુ કરવામાં આવે. આ ફેક્ટરી ખેડૂતો માટે જેવાદોરી સમાન છે.
![વડોદરાના ખેડૂતો માટે મોટા સમાચાર, ગંધારા સુગર ફેક્ટરી ફરી શરૂ થશે Big news for Vadodara farmers, Gandhara Vadodara Sugar Factory will be reopened વડોદરાના ખેડૂતો માટે મોટા સમાચાર, ગંધારા સુગર ફેક્ટરી ફરી શરૂ થશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/b64890e4e9f4aa9bfb663b584e12b5e8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vadodara : વડોદરા અને ખાસ કરીને કરજણ તાલુકાના ખેડૂતો માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ગામે આવેલ વડોદરા સુગર ફેક્ટરી ફરી શરૂ થશે. ગુજરાત રાજ્ય ખાંડ નિયામક બી.એમ.જોષી ગાંધીનગર દ્રારા વડોદરા ગંધારા સુગર ફેક્ટરીને લીલી ઝંડી આપવામાં આવી છે.
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જગદીશ પંચાલના વરદ હસ્તે શિનોરના મોટા ફોફળિયા ગામના જીતુભાઇ પટેલને વડોદરા સુગર ફેક્ટરી ચાલુ કરવા માટેનો વહીવટી પત્ર આપવામાં આવ્યો છે. રાજ્યના સહકાર કેબિનેટ મંત્રી જગદીશ પંચાલે બંધ પડેલ વડોદરા સુગર ફેકટરીને ફરી ચાલુ કરવા માટેનો વહીવટીપત્ર આપતા શેરડી પકવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.
બંધ પડેલ વડોદરા ગંધારા સુગર ફેક્ટરી ને બી.એમ.જોષી, ખાંડ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર, સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માંથી વહીવટી પત્ર આપવામાં આવ્યો છે. આ સાથે વડોદરા ગંધારા સુગર ફેક્ટરીમાં પ્લાન્ટ મશીનરી પુનઃકાર્ય ચાલુ કરવા લીલી ઝંડી અપાઈ છે.
આ સાથે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961 ની કલમ 74(ડી)ની જોગવાઈ હેઠળ વડોદરા ડિસ્ટ્રીકટ કો.ઓ. સુગર કેન ગ્રોઅર્શ યુનિયન લી. વડોદરા ગાંધારાને કસ્ટોડિયન કમિટી નિમવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમની નકલ પટેલ જીતેન્દ્રભાઈ (મોટા ફોફળિયા), પટેલ સચિનભાઈ (શિનોર), પટેલ કૌશિક ભાઈ (કરજણ), મહારાઉલ યોગેન્દ્રસિંહ (કરજણ) અને પટેલ શશીકાંત (ડભોઇ) ને રાવણ કરવામાં આવી છે.
ખેડૂતો માટે જીવાદોરી સમાન સુગર ફેક્ટરી
વડોદરા સુગર ફેક્ટરીના કમાન્ડ વિસ્તારમાં નોંધાયેલા 5700 એકર અને અન્ય મળી કુલ 6300 એકરમાં શેરડીનું વાવેતર કરવામાં આવે છે. શેરડીનો ખેતીપાક કરતા ખેડૂતોની માંગ હતી કે વડોદરા સુગર ફેકટરી ચાલુ કરવામાં આવે. આ ફેક્ટરી ખેડૂતો માટે જેવાદોરી સમાન છે. વહીવટી ખામી ને કારણે બંધ પડેલ સુગર ફેકટરી ને ફરી ચાલુ કરવા માટેના પ્રયાસો કરજણ ધારા સભ્ય અક્ષયપટેલ દ્વારા કરવામાં આવ્યા હતા. કરજણ ભાજપાના કાર્યકરો દ્વારા કરજણ ખાતે ફટાકડા ફોડી આ નિર્ણયને આવકારી ખુશી વ્યક્ત કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)