Cabinet Decisions: ખેડૂતો માટે મોટા સમાચાર, મોદી સરકારે ખાતર સબસિડી વધારવાની આપી મંજૂરી
Agriculture News: કેબિનેટે ખાતર સબસિડી વધારવાની મંજૂરી આપી છે. સરકારે ફોસ્ફેટિક અને પોટાસિક ખાતરો માટેની સબસિડી રૂ. 21,000 કરોડથી વધારીને રૂ. 61,000 કરોડ કરવાનો નિર્ણય લીધો છે.
Cabinet Decisions: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેબિનેટે ઘણા મોટા નિર્ણયો લીધા છે. આમાંથી મોટાભાગના નિર્ણયો ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યા છે.
ખાતરની સબસિડી વધારવાનો નિર્ણય
કેબિનેટે ખાતર સબસિડી વધારવાની મંજૂરી આપી છે. સરકારે ફોસ્ફેટિક અને પોટાસિક ખાતરો માટેની સબસિડી રૂ. 21,000 કરોડથી વધારીને રૂ. 61,000 કરોડ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી દેશના 14 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ સાથે કેબિનેટે પીએમ સ્વાનિધિ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ યોજનામાં ખેડૂતોને કોલેટરલ ફ્રી લોન મળે છે. લાખો વિક્રેતાઓએ પીએમ સ્વાનિધિ યોજનાનો લાભ લીધો છે
કેન્દ્રીય કેબિનેટે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી ચાલનારી ખરીફ સિઝન માટે ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરો માટે પોષક-આધારિત સબસિડી દરોને મંજૂરી આપી છે. કેબિનેટે રૂ. 60,939.23 કરોડની સબસિડીને મંજૂરી આપી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ખાતર સબસિડી પર કેન્દ્રનો ખર્ચ રૂ. 2.10 થી 2.30 લાખ કરોડની રેન્જમાં ઊંચો હોવાનો અંદાજ છે. અહેવાલો અનુસાર, ખાતર સબસિડી પર એક વર્ષમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ ખર્ચ હશે. FY2023 ના બજેટમાં ખાતર સબસિડી માટે માત્ર રૂ. 1.05 લાખ કરોડનો અંદાજ હતો.
રશિયા-યુક્રેન યુદ્ધ પછી ખાતરના ભાવમાં નોંધપાત્ર વધારો થયો
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ગેસના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે યુરિયા ઉત્પાદનનો ખર્ચ પણ વધી રહ્યો છે. મુખ્ય કાચા માલની અછતને કારણે નોન-યુરિયા ખાતરના ભાવ પ્રભાવિત થયા છે.
मंत्रिमंडल ने खरीफ सीज़न (01.04.2022 to 30.09.2022) के लिए फास्फेटिक और पोटासिक उर्वरकों की दरों को मंज़ूरी दी
— पीआईबी हिंदी (@PIBHindi) April 27, 2022
60,939.23 करोड़ रुपये की सब्सिडी मंज़ूर की गई#CabinetDecisions pic.twitter.com/8a4bfV158s