Farmers: ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, આજે ખાતામાં આવશે 3200 કરોડ રૂપિયા
Farmers: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સોમવારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 30 લાખ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં 3200 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે

Farmers: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સોમવારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 30 લાખ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં 3200 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. સતાવાર નિવેદન અનુસાર, મધ્યપ્રદેશના ખેડૂતોને 1156 કરોડ રૂપિયા, રાજસ્થાનના 7 લાખ ખેડૂતોને 1121 કરોડ રૂપિયા, છત્તીસગઢના ખેડૂતોને 150 કરોડ રૂપિયા અને અન્ય રાજ્યોના ખેડૂત લાભાર્થીઓને 773 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
આ કાર્યક્રમ ઝુંઝુનુમાં યોજાશે
આ રકમ રાજસ્થાનના ઝુંઝુનૂમાં એક કાર્યક્રમમાં લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઉપરાંત, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કિરોડી લાલ મીણા પણ તેમાં ઉપસ્થિત રહેશે.
આ પ્રકાશન મુજબ, ખરીફ 2025 સીઝનથી રાજ્ય સરકારો દ્વારા સબસિડી યોગદાનમાં વિલંબ પર 12 ટકા દંડ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને વીમા કંપનીઓ દ્વારા ચુકવણીમાં વિલંબ પર કંપનીઓએ ખેડૂતોને 12 ટકા દંડ ચૂકવવો પડશે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રએ ખેડૂતોના હિતમાં એક નવી સરળ ક્લેમની પ્રણાલી રજૂ કરી છે, જે હેઠળ રાજ્યના પ્રીમિયમ યોગદાનની રાહ જોયા વિના, ફક્ત કેન્દ્રીય સબસિડીના આધારે દાવાઓની ચૂકવણી પ્રમાણસર કરવામાં આવશે.
2016માં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ થયા પછી તેના હેઠળ 1.83 લાખ કરોડ રૂપિયાના દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. ઉપરાંત, ખેડૂતોએ ફક્ત 35,864 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યને રસાયણમુક્ત બનાવવા અને પ્રાકૃતિક તેમજ સેન્દ્રીય ખેતીને વેગ આપવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, જે ખેડૂતો પોતાની સેન્દ્રીય ખેત પેદાશોનું સર્ટિફિકેશન કરાવે છે તેમને ખર્ચના 75% સુધીની સબસીડી મળશે. આ ઉપરાંત, આવા ખેડૂતોને વાર્ષિક ધોરણે પ્રતિ હેક્ટર ₹5,000 ની ઇનપુટ સહાય પણ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
ગુજરાતમાં સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટે, સરકાર APEDA માન્ય સંસ્થાઓ દ્વારા સર્ટિફિકેશન કરાવતા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડી રહી છે. ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી (GOPCO) મારફતે સર્ટિફિકેશન કરાવતા ખેડૂતોને ખર્ચના 75% જેટલી સબસીડી મળશે. જ્યારે અન્ય APEDA માન્ય સંસ્થાઓ પાસેથી સર્ટિફિકેશન કરાવતા ખેડૂતોને ખર્ચના 50% અથવા ₹2,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય સીધી બેંક ખાતામાં મળશે. આ સાથે, સર્ટિફિકેટ ધરાવતા ખેડૂતોને ₹5,000 પ્રતિ હેક્ટરની વાર્ષિક ઇનપુટ સહાય પણ આપવામાં આવશે.





















