શોધખોળ કરો

Cyclone Biparjoy: કચ્છમાં બિપરજોય વાવાઝોડાએ કેરી, દાડમ, ખારેકના પાકનો સોથ વાળી દીધો, ખેડૂતોને લાખોનું નુકસાન

કચ્છમાં વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. અંજારમાં બાગાયતી પાકોમાં વધારે નુકસાન થયું છે. કેરી, દાડમ, ખારેક સહિત પાકોમાં મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.

Cyclone Biparjoy: અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગત સપ્તાહે કચ્છના જખૌ બંદર નજીક ત્રાટક્યુ હતું. જો કે આ વાવાઝોડાએ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને ભારે નુકસાન પહોંચાડ્યુ છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયુ છે તેમા પણ ગુજરાતની સૌથી પ્રખ્યાત કેસર કરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. કચ્છમાં વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. અંજારમાં બાગાયતી પાકોમાં વધારે નુકસાન થયું છે. કેરી, દાડમ, ખારેક સહિત પાકોમાં મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ખેડૂતોના પાકને જે નુકશાની થઇ છે તેનું સર્વે કરવા માટે ગુજરાત કિસાન સંઘ પ્રમુખ જગમલભાઈ આર્ય અંજારની મુલાકાત લીધી હતી. વાવાઝોડાથી ભુજ, અંજાર, મુંદ્રા, માંડવી, અબડાસામાં ખેડૂતોને મોટા પ્રમાણ નુકશાન થયું છે.

તાઉતે બાદ બિપરજોયે ખેડૂતોને કર્યા બરબાદ

ગુજરાતની કેસર કેરી ફક્ત દેશમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ ખુબ પ્રખ્યાત છે. કેસર કેરી તમામ કેરીની જાતોમાં રાજા છે. બે વર્ષ પહેલા આવેલા વિનાશક તાઉતે વાવાઝોડાને કારણે કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતું. ત્યારે હવે વધુ એકવાર બિપરજોય નામના વાવાઝોડાએ કેરીના ઉભા પાકને બરબાદ કરી દીધો હતો જેને પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે તેમા પણ કચ્છના વિસ્તારના ખેડૂતોમાં વધારે નુકસાન થયુ છે. બિપરજોય વાવાઝોડાને કારણે કેરીના પાકને થયેલા નુકસાનથી ખેડૂતોને પોતાની આજીવિકાની ચિંતા વધી ગઈ છે. વિનાશક બિપરજોય વાવાઝોડાએ કેરીનો 90 ટકાથી વધુ પાકનો નાશ કર્યો છે.  

Cyclone Biparjoy: કચ્છમાં બિપરજોય વાવાઝોડાએ કેરી, દાડમ, ખારેકના પાકનો સોથ વાળી દીધો, ખેડૂતોને લાખોનું નુકસાન

બિપરજોય વાવાઝોડાના કારણે બરબાદ થયેલા પાકને લઈને સ્થાનિક ખેડૂતોનું કહેવુ છે કે હવે આ પાકને કોઈ ખરીનાર નથી કે ન તો નાશ પામેલા કેરીના પાકને ઉપાડવા માટે કોઈ મજૂરો છે. ખેડૂતોના કહેવા મુજબ જે પાકને નુકસાન થયું છે તે વેચવા લાયક પણ બચ્યો નથી. કચ્છની કેસર કેરીની માગ ફક્ત સ્થાનિક કક્ષાએ જ નહી પણ વિદેશોમાં પણ છે. ખેડૂતો સરકાર નુકસાનીનો સર્વે જલદી કરી વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ

Pashu Kisan credit Card: સરકાર આ યોજનામાં ખેડૂતોને પશુ ખરીદવા આપે છે લોન, જાણો કયા દસ્તાવેજોની પડશે જરૂર 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી

કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!

Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા

ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ

શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા

Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Embed widget