શોધખોળ કરો

હવે ગાયોના ઉછેર માટે સબસિડી પણ ઉપલબ્ધ છે, જાણો કેવી રીતે તેના માટે અરજી કરવી પડે છે

ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે.

Subsidy on Cow farming: ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ભારતની 50% થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છે. તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે.

રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે
ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે. હકીકતમાં, રાજ્ય સરકારે 2023 માં આવી એક યોજના શરૂ કરી હતી, જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે. જો કે ખેડૂતો ગાયોનું પાલન કરીને અને તેનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે. અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો કમાઈ શકશે. 

40 હજાર સુધીની સબસિડી ઉપલબ્ધ છે

વાસ્તવમાં, ઉત્તર પ્રદેશની યોગી સરકારે પશુપાલકોને મદદ કરવા અને રાજ્યમાં ડેરી ઉદ્યોગને વધારવા માટે નંદ બાબા મિશન શરૂ કર્યું છે. આ નંદ બાબા મિલ્ક મિશન હેઠળ, જે પણ પશુપાલક દેશી ગાય ખરીદે છે તેને ગાય સંવર્ધન યોજના હેઠળ 40,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. એટલે કે જો કોઈ ખેડૂત ગુજરાતમાંથી ગીર ગાય, પંજાબની સાહિવાલ, રાજસ્થાનની થરપારકર ગાય ખરીદવા માંગે છે, તો સરકાર તેને આ ગાયો પર 40 હજાર રૂપિયાની સબસિડી આપશે. વાસ્તવમાં, આ ત્રણ પ્રકારની ગાયો ખૂબ જ મોંઘી છે, તેથી સરકારે આ નિર્ણય લીધો છે કે ખેડૂતોને તેમની ખરીદી પર 40 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

આ સબસિડી નો લાભ લેવા ખેડૂતોએ આ રીતે અરજી કરવાની રહેશે

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારે તેના માટે અરજી કરવી પડશે. આ માટે તમારે મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડશે.
અરજદારનું આધાર કાર્ડ
પાન કાર્ડ
પાસપોર્ટ સાઇઝનો ફોટો
અરજદારના બેંક ખાતાની વિગતો અને પાસબુકની ફોટોકોપી
અરજી પત્ર
અરજદારનું એફિડેવિટ

સબસિડી માટે આ પ્રક્રિયા હશે

ગાયો પર સબસિડી મેળવવા માટે ખેડૂતો તેમના જિલ્લાના પશુપાલન વિભાગનો સંપર્ક કરી શકે છે. આ માટે તમારે પહેલા અહીંથી એક ફોર્મ મેળવવું પડશે. આ પછી તમારે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે. આ પછી, તમારે આ ઓફિસમાં સાચી માહિતી સાથે ભરેલું આ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. હવે તમને આપવામાં આવેલી અરજી વિભાગ દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે જો તમે આ સ્કીમ સંબંધિત તમામ શરતોને પૂર્ણ કરો છો અને તેના માટે લાયક છો તો તમને ગાય ખરીદવા પર સરકાર તરફથી સબસિડી આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરીRajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં,  બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈSurendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવSurendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Embed widget