PM Kisan Mandhan Yojana: મોદી સરકાર આ યોજનામાં ખેડૂતોને દર મહિને આપે છે ત્રણ હજાર રૂપિયા, જાણો કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન
PM Kisan Mandhan Yojana: આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 36 હજાર રૂપિયા આપવામાં આવે છે. સરકાર ખેડૂતોને પ્રતિ મહિને 3 હજાર રૂપિયા આપે છે. જ
PM Kisan Mandhan Yojana: ખેડૂતોની આવક વધારવા અને જીવનમાં સુધારો લાવવા મોદી સરકારે અનેક પ્રકારની યોજના લાવી છે. જેમાંથી એક પીએમ કિસાન માનધન યોજના છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 36 હજાર રૂપિયા આપવામાં આવે છે. સરકાર ખેડૂતોને પ્રતિ મહિને 3 હજાર રૂપિયા આપે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન વગર આ યોજનાનો લભા નહીં લઈ શકો. સરકારે નક્કી કરેલા નિયમો અનુસાર રજિસ્ટ્રેશન કરાશે.
પીએમ કિસાન માનધન યોજનાના નિયમ
- 18 વર્ષથી વધારે અને 40 વર્ષ સુધીના ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકશે.
- 2 હેક્ટર સુધીની કૃષિ જમીન ધરાવતાં નાના અને સીમંત ખેડૂતો જ યોજનામાં સામેલ થશે.
- ખેડૂતો 60 વર્ષ સુધી પહોંચ્યા બાદ 3000 રૂપિયા માસિક પેન્શન મળશે.
- ખેડૂતનું મૃત્યુ થાય તો તેની પત્ની, પરિવારને 50 ટકા પેન્શન મળશે.
- પારિવારિક પેન્શન માત્ર પતિ કે પત્ની પર લાગુ થશે.
ખેડૂતોએ પહેલા આપવા પડશે સરકારને પૈસા
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પહેલા કેટલાક રૂપિયા સરકારને જમા કરાવવ પડશે. આ જમા થયેલી રકમ રપર તેમને પેન્શન મળશે. ખેડૂત તેના 60 વર્ષની ઉંમર સુધી સરકારને પૈસા આપી શકશે. જે બાદ તેને પેન્શન મળશે. પેન્શન ફંડમાં દર મહિને ખેડૂતો 55 રૂપિયા થી 200 રૂપિયા જમા કરાવા પડશે. જો તમે 18 વર્ષના છો દર મહિને 55 રૂપિયા અને જો 40 વર્ષના છો તો 200 રૂપિયા પેન્શન ફંડમાં જમા કરાવવા પડશે.
ઓફ લાઇન રજિસ્ટ્રેશનની રીત
- સૌથી પહેલા નજીકના કોમન સર્વિસ સેંટર પર જાવ.
- ત્યાં જઈને તમારા પરિવારની વાર્ષિક આવક, જમીન સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ જમા કરાવો.
- પૈસા લેવા માટે બેંક એકાઉન્ટની જણકારી પર આપવી પડશે.
- જે બાદ મળેલા અરજી પત્ર સાથે તમારું આધાર કાર્ડ લિંક કરાવો.
- આ પછી કિસાન કાર્ડ કિસાન પેંશન યોજનાનો નંબર આપવામાં આવશે.
રજિસ્ટ્રેશનની ઓનલાઈન રીત
- ખેડૂતો કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેન કરાવે,
- વેબસાઈટ પર ગયા બાદ જણી બાજું લીલા રંગનું બોક્સ દેખાશે.
- તેના પર મોબાઈલ નંબર નાંખવાથી ઓટીપી આવશે.
- જે બાદ માંગેલી તમામ વિગતો ભરવાથી રજિસ્ટ્રેશન થઈ જશે.