શોધખોળ કરો

Amul Dairy: નાણાંકીય વર્ષના અંતિમ દિવસે અમૂલે પશુપાલકોના હિતમાં શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત

આ ઉપરાંત અમૂલ દરેક પશુપાલકને 2 લાખનો જીવન વીમો આપશે અને આકસ્મિક અવસાન પામેલા પશુપાલકના બે બાળકો સુધી 10 હજાર રૂપિયા  આપશે.

Amul Dairy: અમૂલ ડેરી દ્વારા પશુપાલકના હિતમાં લેવામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમૂલે દૂધની ખરીદ કિંમતમાં વધારો કર્યો છે. નાણાંકીય વર્ષના અંતિમ દિવસે પશુપાલકોને રૂપિયા 20નો વધારો આપ્યો છે. અમૂલ દ્વારા પ્રતિ કિલો ફેટ આપવામાં 800 રૂપિયા આવતા હત, જે વધારીને 820 રૂપિયા કરવામાં આવ્યા છે. ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ થશે. આ ઉપરાંત અમૂલ દરેક પશુપાલકને 2 લાખનો જીવન વીમો આપશે અને આકસ્મિક અવસાન પામેલા પશુપાલકના બે બાળકો સુધી 10 હજાર રૂપિયા  આપશે.

દૂધસાગર ડેરીના નિર્ણયથી 5 લાખ પશુપાલકોને થશે ફાયદો

દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને મોટી ભેટ આપવામાં આવી છે. તારીખ 1 એપ્રિલથી દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલથી દૂધ ઉત્પાદકોને 770 ના બદલે 790 રૂપિયા ચૂકવાશે. આ ભાવ વધારાથી મહિને સાત કરોડ અને વાર્ષિક 84 રૂપિયા દૂધ ઉત્પાદકોને વધુ મળશે. છેલ્લા 26 મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 140 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાથી 5 લાખ પશુપાલકોને ફાયદો થશે.

ભારતની આ ચાને મળ્યો GI ટેગ

ભારતીય ઉત્પાદનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ભારતના ઘઉં, ચોખા, કેરી, સફરજન, નારંગી ઉપરાંત અન્ય ઘણા ફળો અને શાકભાજી વિદેશી ટેબલ પર પસંદ કરવામાં આવે છે. દાર્જિલિંગની ચા પણ ખૂબ પ્રખ્યાત છે. હવે વિદેશોમાં હિમાચલ પ્રદેશની ચાએ પોતાનો ચાર્મ બતાવ્યો છે. અહીંની ચા પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે. હવે હિમાચલની ચાને GI ટેગ મળી ગયું છે. તેનાથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે. ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે હિમાચલની કઈ ચાને GI ટેગ મળ્યું છે.

કાંગડા ચાને જીઆઈ ટેગ મળ્યો

મોરેનાની ગજક અને રીવાની સુંદરજા કેરીને GI ટેગ મળી ચૂક્યો છે. હવે હિમાચલ પ્રદેશની કાંગડા ચાને GI ટેગ મળી ગયું છે. યુરોપિયન યુનિયન સ્તરેથી કાંગડા ચાને GI ટેગ આપવામાં આવ્યું છે. આનો ફાયદો એ છે કે ભારત સિવાય વિદેશમાં પણ ઓળખાતી કાંગડા ચા બનાવવામાં મદદ મળશે. વધુ વપરાશને કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.

2005માં ભારતીય જીઆઈ ટેગ મળ્યો

દાર્જિલિંગ અને આસામમાં મોટી માત્રામાં ચાની ખેતી થાય છે. હિમાચલ પ્રદેશમાં પણ ચા મોટા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. વર્ષ 1999 પછી અહીં ચાની ખેતીને વેગ મળ્યો. વધુ વિકાસ જોઈને, તેને વર્ષ 2005માં ભારતીય જીઆઈ ટેગ મળ્યો. કાંગડામાં દરિયાની સપાટીથી 1400 મીટરની ઉંચાઈ પર ચાની ખેતી થાય છે.

ઘણા પોષક તત્વો મળે છે

હિમાચલની કાંગડા ચા પોષક તત્વોથી ભરપૂર છે. તેના પાંદડામાં 13 ટકા કેટેચીન, 3 ટકા કેફીન અને એમિનો એસિડ હોય છે. તે મગજને આરામ આપવાનું કામ કરે છે. રિપોર્ટ અનુસાર કાંગડા ખીણમાં સફેદ, ઉલોંગ અને કાળી ચાની ખેતી થાય છે. ધૌલાધર પર્વતમાળામાં ઘણી જગ્યાએ કાંગડા ચા પણ વાવવામાં આવે છે.

જીઆઈ ટેગ શું છે

કોઈપણ પ્રદેશમાં ઉત્પાદન થતું હોય અને તેની ઓળખ દેશ અને દુનિયામાં ફેલાવા લાગે છે, ત્યારે ભારત સરકાર અથવા વિદેશી સરકારો તેને પ્રમાણિત કરે છે. આ પ્રમાણપત્ર પ્રક્રિયાને GI Tag એટલે કે જીઓગ્રાફિકલ ઈન્ડિકેટર કહેવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Embed widget