![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
PM Kisan Nidhi : Good News, જે ખેડૂતોના ખાતામાં નથી આવ્યા પૈસા તેમને પણ મળશે
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 2000 રૂપિયાનો હપ્તો જારી કરવામાં આવ્યો હતો, તેથી લાભાર્થીઓને રાહ જોવી પડી શકે છે.
![PM Kisan Nidhi : Good News, જે ખેડૂતોના ખાતામાં નથી આવ્યા પૈસા તેમને પણ મળશે PM Kisan Nidhi : These Farmers will not get Next Installment PM Kisan Nidhi : Good News, જે ખેડૂતોના ખાતામાં નથી આવ્યા પૈસા તેમને પણ મળશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/5da6260a9ce0a1490fc3f5cd1486a9481684051342583666_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM-Kisan Nidhi Next Installment : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓને અત્યાર સુધીમાં 13 હપ્તા મળ્યા છે અને હવે તેઓ 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 14મા હપ્તાની એન્ટ્રીને લઈને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના સમાચારો ફરતા થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જો કે, એવું માનવામાં આવે છે કે જો તમે 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો તમારે હજુ થોડા દિવસો રાહ જોવી પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 2000 રૂપિયાનો હપ્તો જારી કરવામાં આવ્યો હતો, તેથી લાભાર્થીઓને રાહ જોવી પડી શકે છે.
આ સ્થિતિમાં હવે લોકો જાણવા માગે છે કે, આગામી હપ્તો ક્યારે આવશે અને જેમને જૂના હપ્તા મળ્યા નથી તેઓ જાણવા માગે છે કે તેઓ જૂના હપ્તા કેવી રીતે મેળવી શકશે. તો જાણો આ બધા સવાલોના જવાબ...
શું આપને જૂના હપ્તા મળશે?
ઉલ્લેખનીય છે કે, અગાઉના હપ્તા ન આવવાના ઘણા કારણો હોઈ શકે છે અને ઘણા કારણોસર સરકાર દ્વારા હપ્તા બંધ કરવામાં આવે છે. જો કે, જો તમે આગલા હપ્તા પહેલા કોઈ કમી દૂર કરી દો તો ત્યાર બાદનો હપ્તો ખાતામાં જમા થશે. ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ કેટલાક કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આવી ફરિયાદોનું સમાધાન કરવામાં આવશે. આ શિબિરોમાં એવા લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે, જેમના ખાતામાં 13મો હપ્તો આવ્યો નથી. એવું માનવામાં આવે છે કે, એકવાર પતાવટ થઈ ગયા બાદ હપ્તા ખાતામાં આવી શકે છે અને આગામી હપ્તાઓમાં કોઈ સમસ્યા નહીં ઉભી થાય.
તેથી જો તમારો અગાઉનો હપ્તો પણ ન આવ્યો હોય, તો તમારા દસ્તાવેજો અને KYC સંબંધિત ખામીને પૂર્ણ કરો. આ સિવાય જો તમારા વિસ્તારમાં કોઈ શિબિર હોય તો ત્યાં જઈને તમારી સમસ્યાનું નિરાકરણ કરો.
આગામી હપ્તો ક્યારે આવશે?
હજુ સુધી, આગામી હપ્તો રિલીઝ કરવા અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, આગામી હપ્તો આવતા મહિનાની શરૂઆતમાં આવી શકે છે. જણાવી દઈએ કે દર વર્ષે સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે અને તે 2000-2000ના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. હવે લાભાર્થીઓ વર્ષના બીજા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)