શોધખોળ કરો

PM Kisan eKYC: ઘરે બેઠા કેવી કરી કરશો પીએમ કિસાન નિધિ ઈ-કેવાયસી ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ઇ-કેવાયસી પ્રક્રિયા ઘરે બેઠા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન પૂર્ણ કરી શકાય છે. આ ઉપરાંત ખેડૂતો તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મુલાકાત લઈને પણ તેમનું ઈ-કેવાયસી કરાવી શકે છે.

PM Kisan Scheme:  ભારતને કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે. દેશના કુલ જીડીપીના 17 થી 18 ટકા કૃષિ ક્ષેત્રમાંથી આવે છે. ખેડૂત દિવસ-રાત મહેનત કરીને અનાજ ઉગાડીને લોકોને ભરણપોષણ આપે છે. સરકાર ખેડૂતોની મદદ માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો સમાવેશ થાય છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોને આર્થિક મદદ માટે મોટી યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન સન્માન નિધિ યોજના). આ યોજના દ્વારા સરકાર નાના, ગરીબ અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ કરે છે.

આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ નાણાં ખેડૂતોના ખાતામાં વર્ષમાં ત્રણ વાર રૂ. 2,000ના હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ નાણાં દર ઇચ્છિત મહિને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કેન્દ્રની મોદી સરકારે જાન્યુઆરીમાં વર્ષનો પ્રથમ હપ્તો અને યોજનાનો 10મો હપ્તો જાહેર કર્યો હતો.  જો કોઈ ખેડૂતે 31મી મે સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવે તો તે આ યોજનાનો 11મો હપ્તો લઈ શકશે નહીં. તમે ઈ-કેવાયસીની સમગ્ર પ્રક્રિયા ઘરે બેઠા કરી શકો છો. આ માટે તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડમાં લિંક હોવો જોઈએ. લિંક કર્યા પછી તમે લેપટોપ, મોબાઇલથી OTP દ્વારા ઘરે બેઠા ઇ-કેવાયસી પૂર્ણ કરી શકો છો.

ખેડૂતો બે રીતે કરી શકે છે ઈ-કેવાયસી

ખેડૂતો બે રીતે પીએમ કિસાન માટે ઇ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. ઇ-કેવાયસી પ્રક્રિયા ઘરે બેઠા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન પૂર્ણ કરી શકાય છે. આ ઉપરાંત ખેડૂતો તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મુલાકાત લઈને પણ તેમનું ઈ-કેવાયસી કરાવી શકે છે.

નોંધનીય છે કે જો ખેડૂત પોતે OTP દ્વારા e-KYC કરે છે, તો તમારે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં, જ્યારે તમે કોમન સર્વિસ સેન્ટર પર જઈને e-KYC કરાવો છો, તો ખર્ચ કરવો પડશે.  

કોમન સર્વિસ સેન્ટર ખાતે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતની બાયોમેટ્રિક રીતે E-KYC કરવામાં આવશે. મતલબ કે આ પ્રક્રિયા ખેડૂતના ફિંગરપ્રિન્ટથી પૂર્ણ થાય છે. આ સાથે કોમન સર્વિસ સેન્ટરમાં લાભાર્થી ખેડૂતના આધાર કાર્ડ અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબરની પણ જરૂર પડશે.

કોમન સર્વિસ સેન્ટર પર ઇ-કેવાયસી માટે 17 રૂપિયા (PM કિસાન ઇ-કેવાયસી ફી) લેવામાં આવે છે. આ ઉપરાંત, CSC ઓપરેટરો 10 થી 20 રૂપિયા સુધીનો સર્વિસ ચાર્જ પણ વસૂલે છે. આ રીતે, તમારે CSC તરફથી eKYC માટે 37 રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે.

પીએમ કિસાન યોજનામાં આ રીતે કરો KYC

  • PM કિસાન સન્માન નિધિ યોજનામાં KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર ક્લિક કરો.
  • અહીં તમે આ પોર્ટલના Home Page પર ક્લિક કરો.
  • અહીં તમારી સામે એક ટેબ ખુલશે જેમાં તમને આધારની માહિતી પૂછવામાં આવશે.
  • અહીં આધાર નંબર દાખલ કરો.
  • આ પછી તમે Searchદબાવો. અહીં તમારો આધાર લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો વિકલ્પ ખુલશે.
  • નંબર દાખલ કર્યા પછી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 4 અંકનો OTP આવશે.
  • ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન માટે તમારા મોબાઈલ નંબર પર ફરીથી 6 અંકનો OTP આવશે.
  • આ OTP દાખલ કરો.
  • તે પછી સબમિટ બટન દબાવો.
  • eKYC  યોગ્ય રીતે કરવામાં આવે તે પછી, તમને એક સંદેશ મળશે કે ઇ-કેવાયસી યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. બીજી તરફ, જો KYC પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ હોય, તો eKYC is already done એવો મેસેજ આવશે.
  • જો ઇનવેલિડનો મેસેજ આવી રહ્યો હોય તો આવી સ્થિતિમાં તમારા આધારની કોઈપણ માહિતી ખોટી છે.
  • સૌપ્રથમ તેને આધાર કેન્દ્રમાં સુધારી લો અને તે પછી તમે ફરીથી આખી પ્રક્રિયા કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ઈ-કેવાયસી કર્યા પછી, 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં સરળતાથી ટ્રાન્સફર થઈ જશે.   
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
Embed widget