શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

PM Kisan Scheme: ખેડૂતોને 12મા હપ્તા પહેલા મોદી સરકારે આપી રાહત, ઈ-કેવાયસીને લઈ આવ્યું આ મોટું અપડેટ

PM Kisan Update: જો તમે પણ 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સરકારે ફરી એક વખત પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે કેવાયસી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે.

PM Kisan Scheme:  ભારતને કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે. દેશના કુલ જીડીપીના 17 થી 18 ટકા કૃષિ ક્ષેત્રમાંથી આવે છે. ખેડૂત દિવસ-રાત મહેનત કરીને અનાજ ઉગાડીને લોકોને ભરણપોષણ આપે છે. સરકાર ખેડૂતોની મદદ માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો સમાવેશ થાય છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોને આર્થિક મદદ માટે મોટી યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન સન્માન નિધિ યોજના). આ યોજના દ્વારા સરકાર નાના, ગરીબ અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ કરે છે.

આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ નાણાં ખેડૂતોના ખાતામાં વર્ષમાં ત્રણ વાર રૂ. 2,000ના હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ નાણાં દર ઇચ્છિત મહિને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.  અત્યાર સુધીમાં 11 હપ્તા જમા કરવામાં આવ્યા છે અને ખેડૂતો 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

eKYCની લંબાવી તારીખ

 PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરે છે. જો તમે પણ 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે.  સરકારે ફરી એક વખત પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે કેવાયસી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. 31 જુલાઇ 2022 સુધીની એ તારીખ હવે 31 ઓગસ્ટ સુધી લંબાવાઇ છે. જો તમે હજુ સુધી ઇ-કેવાયસી નથી કરાવ્યું તો હવે તમે 31 જુલાઇ સુધી કરાવી શકો છો.

eKYC કેવી રીતે કરવું

  • E-KYC કરાવવા માટે, તમારે પહેલા સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જવું પડશે.
  • તમને ઉપરના જમણા ખૂણામાં E-KYC નો વિકલ્પ દેખાશે.
  • તમારે આ E-KYC પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે તમારો આધાર નંબર નાખવો પડશે.
  • આ પછી તમારે ઇમેજ કોડ નાખવો પડશે અને સબમિટ બટન પર ક્લિક કરવું પડશે.
  • હવે તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે અને OTP ભરવો પડશે.
  • આ પછી, જો તમારી બધી વિગતો સંપૂર્ણપણે માન્ય છે, તો તમારી eKYC પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
  • જો તમારી પ્રક્રિયા યોગ્ય નથી તો invalid લખવામાં આવશે.
  • તમે આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આને સુધારી શકો છો.

PM કિસાન યોજના શું છે?

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ હપ્તા દર ચાર મહિને આવે છે એટલે કે વર્ષમાં ત્રણ વાર, 2000-2000 રૂપિયા યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ નાણાં સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના 11 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish LIVE : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Rajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશેSurat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડAhmedabad News | અમદાવાદ એરપોર્ટ પર એક શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
Embed widget