શોધખોળ કરો

PM Kisan 16th Installment: ક્યારે મળશે પીએમ કિસાનનો 16મો હપ્તો? જાણો યોજના માટે અરજી કરવાની રીત

PM Kisan: 15મો હપ્તો મળ્યા બાદ હવે પછીના હપ્તાના નાણાં સરકાર ક્યારે આપશે તેવો સવાલ ઉઠવા લાગ્યો છે.

PM Kisan Yojana: 15 નવેમ્બર, 2023 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM કિસાન યોજનાનો 15મો હપ્તો ટ્રાન્સફર કરીને દેશભરના 8 કરોડ ખેડૂતોને મોટી ભેટ આપી હતી. સરકાર દ્વારા ખેડૂતોને 18,000 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે. 15મો હપ્તો મળ્યા બાદ હવે પછીના હપ્તાના નાણાં સરકાર ક્યારે આપશે તેવો સવાલ ઉઠવા લાગ્યો છે.

16મા હપ્તાના પૈસા ક્યારે મળશે?

મોદી સરકાર ફેબ્રુઆરી, 2024થી માર્ચ, 2024 વચ્ચે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તા માટે નાણાં રિલીઝ કરી શકે છે. જો કે સરકારે આ મામલે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી. પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે, જેના દ્વારા સરકાર દર વર્ષે ત્રણ હપ્તામાં કુલ 6,000 રૂપિયા ગરીબ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. સરકાર આ પૈસા ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચ માટે આપે છે. કોઈપણ જમીન ધરાવનાર ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. પરંતુ તે કોઈપણ સરકારી નોકરીમાં ન હોવો જોઈએ. આ સાથે, 10,000 રૂપિયાથી વધુ પેન્શન મેળવનારા ખેડૂતો અને EPFO ​​સભ્યો વગેરેને પણ આ યોજનાનો લાભ મળી શકશે નહીં.

પીએમ કિસાન યોજના માટે કેવી રીતે અરજી કરવી?

જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માંગતા હો, તો તમે યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. અમે તમને તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી રહ્યા છીએ.

  1. ઓનલાઈન અરજી માટે યોજનાની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.
  2. અહીં નવા ખેડૂત નોંધણીનો વિકલ્પ પસંદ કરો. આગળ તમારો આધાર અને કેપ્ચા કોડ દાખલ કરો.
  3. પછી તમારી જમીન શહેરી હોય કે ગ્રામીણ વિસ્તારમાં, આ વિકલ્પ પસંદ કરો.
  4. આગળ તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
  5. આ પછી તમારા મોબાઈલ પર OTP આવશે, તેને એન્ટર કરો.
  6. આ પછી નોંધણી માટે આગળ વધો. આગળ તમારે તમારા રાજ્ય, જિલ્લો, ગામ, બેંક વિગતો અને વ્યક્તિગત વિગતો જેવી બધી માહિતી તપાસવી પડશે.
  7. આધારનું વધુ પ્રમાણીકરણ કરવાનું રહેશે.
  8. KYC પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે તમારી જમીન સંબંધિત દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે. આ રીતે યોજનાની નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થશે.

PM Kisan 16th Installment: ક્યારે મળશે પીએમ કિસાનનો 16મો હપ્તો? જાણો યોજના માટે અરજી કરવાની રીત

પીએમ કિસાન યોજના લાભાર્થીની યાદીમાં નામ તપાસવાની રીત-

  1. આ માટે તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લેવી જોઈએ.
  2. પછી અહીં લાભાર્થી યાદી પર ક્લિક કરો.
  3. નીચે જાઓ અને તમારા રાજ્ય, જિલ્લા, તાલુતા અને ગામનું નામ પસંદ કરો.
  4. પછી રિપોર્ટનો વિભાગ પસંદ કરો.
  5. તમામ લાભાર્થીઓના નામોની યાદી તમારી સામે ખુલશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget