શોધખોળ કરો

Tomato : માત્ર 60 જ રૂપિયામાં મળશે ટામેટા, જાણો ક્યાં અને કેવી રીતે?

રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ટામેટા 200 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. જો કે, હવે તમે 200 રૂપિયાના સમાન ટામેટાં 60 રૂપિયા પ્રતિ કિલોમાં ખરીદી શકશો.

Tomato Price : રસોઈમાં અનિવાર્ય એવા ટામેટાએ લોકોને રાતા પાણીએ રડાવ્યા છે. સામાન્ય રીતે 10થી 20 રૂપિયે કિલોના ભાવે વેચાતા ટામેટા આજે પેટ્રોલ અને ડીઝલ કરતા તો ક્યાંય આગળ નિકળી ગયા છે. હાલ આખા ભારતમાં ટામેટાના ભાવ આસમાને છે. દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તો ટામેટાંએ બેવડી સદી ફટકારી દીધી છે. 

રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ટામેટા 200 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. જો કે, હવે તમે 200 રૂપિયાના સમાન ટામેટાં 60 રૂપિયા પ્રતિ કિલોમાં ખરીદી શકશો. બસ આ માટે તમારે રોજ સવારે 9 વાગ્યા પહેલા ઉઠવું પડશે.

સસ્તા ભાવે ટમેટા ખરીદવા શું કરવું? 

દેશભરમાં ટામેટાં મોંઘા થતા લોકોને રાહત આપવા માટે કેટલીક રાજ્ય સરકારો મંડીઓમાં સસ્તા ભાવે ટામેટાં વેચી રહી છે. ઉદાહરણ તરીકે, તમિલનાડુમાં સ્ટાલિન સરકાર શાકભાજીના બજારોમાં લોકોને સસ્તા ભાવે ટામેટાં પૂરા પાડી રહી છે. હવે ઉત્તર પ્રદેશમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. હકીકતે ઉત્તર પ્રદેશની ઘણી મંડીઓમાં રાજ્ય કૃષિ ઉત્પાદન બજાર પરિષદ અને મંડી સચિવના સહયોગથી સ્થાપિત દુકાનો પર સામાન્ય ગ્રાહકો માટે સસ્તા ટામેટાંની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, અહીં તમને સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી જ ટામેટાં મળશે.

તમારા શહેરમાં કેવી રીતે મળશે?

હાલમાં આ સમાચાર સાહિબાબાદ મંડીથી આવ્યા છે. પરંતુ આશા છે કે ટૂંક સમયમાં આ સુવિધા સમગ્ર રાજ્યમાં ઉપલબ્ધ થશે. તે ઘણી મંડીઓમાં શરૂ થઈ ગઈ છે, તેથી ઘણા શહેરની નજીકની મંડીમાં જઈને શોધી શકો છો કે ત્યાં પણ આ યોજના ચાલી રહી છે કે નહીં.

ટામેટાં હજુ કેટલા દિવસ મોંઘા રહેશે?

ટામેટાની મોંઘવારી અંગે નિષ્ણાતો કહે છે કે, આગામી દિવસોમાં તેના ભાવ ઘટશે. કારણ કે, જેવો વરસાદ ઓછો થશે કે તરત જ ટામેટાં બજારમાં આવવા લાગશે. આમ જેમ જેમ બજારમાં પુષ્કળ પ્રમાણમાં ટામેટાં ઠલવાશે તેમ તેમ તેનો પુરવઠો વધશે અને માંગમાં ઘટાડો જોવા મળશે. જેના કારણે ટામેટાંના ભાવમાં ધરખમ ઘટાડો થશે. જો કે, જ્યાં સુધી ભાવ નીચે નહીં આવે ત્યાં સુધી સામાન્ય માણસની થાળીમાંથી ટામેટાની ચટણી ગાયબ રહેશે. છેલ્લા ઘણા દિવસોથી ઘણા ઘરોમાં ટામેટાં આવ્યા જ નથી તેમને રાહત મળશે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કિસાન ક્રેડિટ કાર્ડ બનાવતા પહેલા જાણી લો આ જરૂરી વાતો, નહીં પડે મુશ્કેલી
કિસાન ક્રેડિટ કાર્ડ બનાવતા પહેલા જાણી લો આ જરૂરી વાતો, નહીં પડે મુશ્કેલી
PM કિસાન યોજના: આ ખેડૂતોના ખાતામાં સૌથી પહેલા આવશે 24મા હપ્તાના પૈસા, ચેક કરો લિસ્ટ
PM કિસાન યોજના: આ ખેડૂતોના ખાતામાં સૌથી પહેલા આવશે 24મા હપ્તાના પૈસા, ચેક કરો લિસ્ટ
Ashwagandha Stevia Farming: અશ્વગંધાથી લઈને સ્ટીવિયા સુધી શેમાં છે વધુ કમાણી, કયા છોડની ખેતી કરે ખેડૂતો?
Ashwagandha Stevia Farming: અશ્વગંધાથી લઈને સ્ટીવિયા સુધી શેમાં છે વધુ કમાણી, કયા છોડની ખેતી કરે ખેડૂતો?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Embed widget