શોધખોળ કરો

Banas Dairy: બનાસડેરીએ પશુપાલકોને શું આપી મોટી ભેટ ? શંકર ચૌધરીએ કરી જાહેરાત

વર્ષ 2015 થી બનાસ ડેરી સતત દૂધનો ભાવ વધારો આપતી રહી છે ત્યારે આગામી સમયમાં પણ પશુપાલકોને બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ થકી વિવિધ કામો થકી પશુપાલકોને દૂધનો ભાવ વધારો મળી રહે તેવા પ્રયત્નો કરાશે.

Banas Dairy: એશિયાની સૌથી મોટી બનાસડેરીની આજે દિયોદરના સણાદર ખાતે 55મી વાર્ષિક સાધારણ  સભા બનાસડેરીના ચેરમેન અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, પશુપાલકોની ઉપસ્થિતમાં યોજાઈ હતી. જ્યાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ લાખો પશુપાલકોને 20.27 ટકા ભાવ વધારો આપવાની જાહેરાત કરતા લાખો પશુપાલકોમાં ખુશી ફેલાઈ હતી.

બનાસડેરીએ આજે જાહેર કરેલો ઐતિહાસિક ભાવ ફેર વધારામાં 1852 કરોડ રૂપિયા પશુપાલકોને તેમજ 100 કરોડ રૂપિયા દૂધ મંડળીઓને ભાવ વધારો આપશે એટલે કે પશુપાલકને 1952 કરોડ રૂપિયા જેટલો ભાવ વધારો મળશે.બનાસડેરીનું ગત વર્ષે 15 હજાર કરોડ ટર્ન ઓવર હતું આ વર્ષે 18 હજાર કરોડ ટર્ન ઓવર પહોંચ્યું છે. જેમાં બનાસડેરી દ્વારા પ્રતિકીલો દૂધના ફેટે 948 રૂપિયા સૌથી વધારે ભાવ આપવામાં આવ્યો છે. બનાસડેરી એ સહકારિતાનું ઉદાહરણ આપી અને લાખો પશુપાલકોની જાહેર સંમતિથી તમામ એજન્ડા બેઠક મા પસાર કર્યા હતા.પશુપાલકોની ઉતરો ઉતર પ્રગતિ થાય અને પશુપાલકોનું હિત જળવાઈ રહે તેવા બનાસ ડેરી પ્રયત્નો કરી રહી છે. વર્ષ 2015 થી બનાસ ડેરી સતત દૂધનો ભાવ વધારો આપતી રહી છે ત્યારે આગામી સમયમાં પણ પશુપાલકોને બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ થકી વિવિધ કામો થકી પશુપાલકોને દૂધનો ભાવ વધારો મળી રહે તેવા પ્રયત્નો કરાશે. બનાસ મેડિકલ કોલેજમાં પશુપાલકોના 20 પેસા લેવામાં આવતા હતાતે પણ હવે બંધ કરવામાં આવશે, મેડિકલ કોલેજમાં પશુપાલકોના સંતાનોની મેડિકલ ફી પચાસ ટકા લેવાય છે.

બનાસડેરી દ્વારા જિલ્લાના લાખો પશુપાલકોને ઐતિહાસિક ભાવ વધારો આપતા જિલ્લામાં પશુપાલન કરતા લાખો પશુપાલકોમાં ખુશી છવાઈ છે, જેને લઈને પશુપાલકોને ઐતિહાસિક ભાવ વધારો મળતાં તેમને ખુશી વ્યક્ત કરી હતી.

Banas Dairy: બનાસડેરીએ પશુપાલકોને શું આપી મોટી ભેટ ? શંકર ચૌધરીએ કરી જાહેરાત

બનાસ ડેરી સાથે 3 લાખ 76 હજાર સભાસદો જોડાયેલા છે. બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 18 હજાર કરોડ છે.  દિવસના 35 કરોડ રૂપિયા પશુ પાલકનાં ખાતામાં જમા થાય છે. બનાસ ડેરીમાં દિવસનું 80 લાખ લીટર દૂધ આવે છે. બનાસ ડેરીની સ્થાપના સ્વ. ગલબા ભાઈ નાનજી ભાઇ પટેલે કરી હતી. તે વખતે તેઓ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ ચેરમેન બન્યા હતા. ત્યારબાદ પરથી ભાઈ ભટોળ બન્યા જેઓ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. છેલ્લા 7 વર્ષથી શંકરભાઈ ચૌધરી ચેરમેન રહ્યા હતા. બનાસ ડેરીમાં ચેરમેન સહિત 16 ડિરેકટરો છે.

ગલબાભાઈ પટેલે ગામડાંઓના ખેડૂતો અને પશુપાલકોનું સામાજિક અને આર્થિક સ્તર ઉંચુ લાવવા પ્રયાસ કર્યા હતા. તેઓએ ખેડા જિલ્લાનાં દૂધ સહકારી માળખા અમૂલ પેટર્ન આધારિત સહકારી દૂધ સંઘનું સર્જન બનાસકાંઠા જિલ્લામાં કર્યું હતું. તેઓએ કઠોર પરિશ્રમ કરી જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામમાં દૂધ સહકારી મંડળીઓ શરૂ કરી તેમનું દૂધ એકત્રિત કરી 1966થી દૂધસાગર ડેરી,મહેસાણા ખાતે આપવાનું શરૂ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.,પાલનપુરની નોંધણી સહકારી કાયદા હેઠળ 1969માં થઇ હતી. જેને આપણે બનાસ ડેરી તરીકે ઓળખીયે છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget