શોધખોળ કરો

ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોના હિતમાં શું લીધો મહત્વપૂર્ણ નિર્ણય?

બાર માસ ખેડૂતોને ઝીરો ટકા સબસીડીની લોન મળી શકે એ માટે ખાસ ફંડની જોગવાઇ કરવામાં આવી છે. અત્યાર સુધી માત્ર ખરીફ પાક ઉપર ઝીરો ટકા લોન મળતી હતી.

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મળતી જાણકારી અનુસાર, હવે બાર માસ ખેડૂતોને ઝીરો ટકા સબસીડીની લોન મળી શકે એ માટે ખાસ ફંડની જોગવાઇ કરવામાં આવી છે. અત્યાર સુધી માત્ર ખરીફ પાક ઉપર ઝીરો ટકા લોન મળતી હતી. પણ હવે રાજ્યના ખેડૂતોને ખરીફ, રવિ ઉપરાંત બાર માસના પાક ઉપર ઝીરો ટકા સબસીડી વાળી લોન ઉપલબ્ધ બનશે. જે અંતર્ગત ત્રણ ટકાની સબસિડી કેન્દ્ર સરકાર આપે છે અને રાજ્ય સરકાર ચાર ટકા સબસીડી ભોગવશે.

અમરેલીઃ વીજ કનેક્શન આપ્યા વિના ખેડૂતને આપ્યું વીજ બિલ

અમરેલીમાં પીજીવીસીએલ વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. મળતી જાણકારી અનુસાર, ખેતીવાડી વીજ કનેક્શન લાગ્યા પહેલા ખેડૂતને વીજ બિલ આપવામાં આવી રહ્યા છે. જાફરાબાદના માણસા ગામના ખેડૂતનું કહેવું છે કે, તેમણે ત્રણ વર્ષ પહેલા ખેતીવાડી વીજ કનેક્શન માટે માંગણી કરી હતી ત્યારે વીજ કંપનીનું કોટેશન 19 હજાર 400 રૂપિયા ભર્યું હતું. પરંતુ આજ દિન સુધી પોલ ઉભા કરવામાં આવ્યા નથી. એટલું જ નહી આજ સુધી ટીસી અને મીટર લગાવવામાં આવ્યું નથી.  કંપની વીજળી આપી રહી નથી છતાં બિલ ફટકારી રહી છે. આ મુદ્દે અધિકારીઓને પૂછતા તેઓનું કહેવું છે કે, ખેડૂતને આપવામાં આવેલ બિલ કોઈ ટેકનિકલ ક્ષતિથી આવ્યા હશે. રેકોર્ડ તપાસી કાર્યવાહી કરવામાં આવશે અને ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે.

હાર્દિક પટેલનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર? કયા ટોચના નેતા સાથે મુલાકાતની ખબર

ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને લઈને સતત સવાલો ઉઠાવી રહેલા હાર્દિક પટેલ દિલ્હીમાં રહેલા ભાજપના ટોચના નેતાના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે. તેથી એવી અટકળો વહેતી થઈ છે કે, હાર્દિક હવે હાથનો સાથ છોડી શકે છે. આ પહેલા સીઆર પાટીલે પણ કહ્યું હતું કે, હાર્દિક સહિત ઘણા કોંગ્રેસી નેતા ભાજપની કાર્યપદ્ધતિથી પ્રભાવિત છે. જો કે હાર્દિક હાલમાં કયા ભાજપના નેતાના સંપર્કમાં છે તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

તો બીજી તરફ આજે તાપીના સોનગઢ ખાતે કોંગ્રેસનું યુવા સ્વાભિમાન સંમેલન યોજાયું છે.  બેરોજગારી અને ગુજરાતના યુવાનોનોના વિવિધ મુદ્દે યોજાશે કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન યોજાયું છે. સોનગઢ નગરમાં યુથ કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવશે બાદમાં દશેરા કોલોની ખાતે સંમેલન યોજાશે. આ સંમેલનમાં કોંગ્રેસના યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.બી.શ્રી નિવાસજી અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ હાજર છે. કોંગ્રેસ પક્ષ વચ્ચે ચાલતી નારાજગી વચ્ચે હાર્દિક પટેલ કોંગ્રેસ સંમેલનમાં હાજરી આપી છે. તાપી જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના કાર્યકરો હાજર છે. જો કે, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
Embed widget