તાપીના ઈજનેર યુવકે અમરિકન ઝુકીની ખેતી કરી શરૂ, રાજ્યના બન્યા સૌપ્રથમ ખેડૂત
ગુજરાતના ઘણા ખેડૂતો પારંપરિક ખેતી છોડીને નવતર પ્રયોગ કરીને મલબખ ઉત્પાદન લેતા થયા છે.
Agriculture News: તાજેતરમાં રજૂ થયેલા ગુજરાત બજેટમાં ખેતી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાતના ઘણા ખેડૂતો પારંપરિક ખેતી છોડીને નવતર પ્રયોગ કરીને મલબખ ઉત્પાદન લેતા થયા છે. તાપી જિલ્લાના ઉંચામાળા ગામના ઈજનેર યુવાને ખેતીમાં નવતર પ્રયોગ કર્યો છે.
ઉંચામાળા ગામમાં ઓર્ગેનિક ખેતી કરતા નૈતિક ચૌધરી અમેરિકન "ઝુકીની" શાકભાજીની ખેતી કરતા રાજ્યના સૌપ્રથમ ખેડૂત બન્યા છે. પિતાના અવસાન બાદ પરંપરાગત વ્યવસાય ખેતીમાં જોડાયેલા નૈતિકે ઝુકીનીથી થતા સ્વાસ્થ્ય લાભને ધ્યાને લઈ તેની ઓર્ગેનિક ખેતી શરૂ કરી. નૈતિકે ઈન્ટરનેટના માધ્યમથી વિદેશની ખેતી અંગે જાણકારી મેળવી, સરકારની ટપક સિંચાઈ પદ્ધતિનો લાભ લઈ ૩.૫ વિઘામાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી અને મબલખ ઉત્પાદન મેળવ્યું.
દિલ્હીથી બિયારણ મંગાવી શરૂ કરી ખેતી
છોડ રૂપે થતી ઝૂકીનીની ખેતી કરવા માટે ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવવા બાગાયત વિભાગનો સંપર્ક કરી 70 ટકા સબસીડીનો લાભ લઈને સાડા ત્રણ વીઘા જમીનમાં ઝુકીનીની ખેતી શરૂ કરી હતી. દિલ્હીથી બિયારણ મંગાવી પોતે તેના છોડ તૈયાર કર્યા અને પછી તેનું વાવેતર કર્યું હતુ.
કેટલો મળે છે ભાવ
ઝુકીનીનું એક એકરમાં 20 ટન જેટલું ઉત્પાદન મેળવ્યું છે. 45 થી 50 દિવસમાં પાકનો ઉતાર ચાલુ થઈ જાય છે અને 4 મહિના સુધી આવક મેળવી શકાય છે. હાલમાં આ પાક નવો હોવાથી પ્રચલિત નથી, જેથી મોટા શહેરોમાં મોકલવો પડે છે. તે માટે ઓનલાઈન માર્કેટીંગ કરવામાં આવે છે. જેમાં ૧ મણના અંદાજીત 1500 થી 2000 સુધીનો ભાવ મળે છે.
પિતાના અવસાન બાદ પરંપરાગત વ્યવસાય ખેતીમાં જોડાયેલા નૈતિકે ઝુકીનીથી થતા સ્વાસ્થ્ય લાભને ધ્યાને લઈ તેની ઓર્ગેનિક ખેતી શરૂ કરી. નૈતિકે ઈન્ટરનેટના માધ્યમથી વિદેશની ખેતી અંગે જાણકારી મેળવી, સરકારની ટપક સિંચાઈ પદ્ધતિનો લાભ લઈ ૩.૫ વિઘામાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી અને મબલખ ઉત્પાદન મેળવ્યું. pic.twitter.com/SHquDMbFRA
— Mukesh Patel (@mukeshpatelmla) March 7, 2022