Ahmedabad Flower Show | અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારી, 7 નર્સરીમાં 30 લાખ રોપાને ઉછેરવાનું શરૂ
અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં શરૂ થનાર ફ્લાવર શોને આધુનિક અને કોમર્શિયલ બનાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. શહેરની અલગ અલગ સાત જેટલી નર્સરીમાંથી 30 લાખ જેટલા રોપા ઉછેરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.. સાબરમતી ઈવેન્ટ સેન્ટર પર ફ્લાવર શોમાં ટિકિટના દર અગાઉથી જ વધારી દેવામાં આવ્યા છે..ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવારના દર 75 જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ટિકિટનો ભાવ 100 રૂપિયા રાખવામાં આવ્યો છે.. આ તરફ શહેરની સાત જેટલી નર્સરીઓમાં અલગ અલગ રોપાના ઉછેર શરૂ કરવામાં આવ્યા છે.. પ્યુટુનિયા, એસ્ટર સહિતના અલગ અલગ પ્લાન્ટ હાલ નર્સરીમાં રોપવામાં આવ્યા છે.. જેને એક સપ્તાહ પહેલા ફ્લાવર શોના સ્થળે ખસેડવામાં આવશે.. સાથે જ અંદાજીત અઢી કરોડના ખર્ચે મુકાનાર સકલ્પચરને પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.. જેમાં હલ્ક, પાંડા, ડોરેમોન અને હાથીની પ્રતિકૃતિઓ આકર્ષણ જમાવશે