અમદાવાદઃ ગાંધીનગરની યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી યુવતીને અશ્લીલ માંગણી કરતાં ફોન-મેસેજ આવવા લાગતાં પરેશાન થઈ ગઈ હતી. તપાસ કરતાં કોઈએ પ્રોફેસર યુવતીનો ફોટો અને ફોન નંબર પોર્ન સાઇટ પર નાંખી દિધા હોવાનું સામે આવ્યું હતું. જેની જાણ પ્રોફેસર યુવતીને થતાં તે હેબતાઇ ગઈ હતી.
2/3
આ અંગે પ્રોફેસર યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ કરતાં યુવતી જ્યાં ભણાવતી હતી, ત્યાં જ અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ યુવતીન ફોટો, ઇ-મેલ આઇડી અને ફોન નંબર પોર્ન સાઇટ પર નાંખ્યા હોવાનું સામે આવ્યું હતું. સાઇબર ક્રાઇમ દ્વારા હાલ વિદ્યાર્થીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
3/3
પોલીસ પૂછપરછમાં વિદ્યાર્થીએ પ્રોફેસર યુવતી દ્વારા ઠપકો આપવામાં આવતાં તેણે આમ કર્યું હતું. યુવકે પોર્ન સાઇટ પર આ તમામ વસ્તુઓ નાંખ્યા પછી યુવતી મેસેજ,ઇ-મેલ અને ફોનથી પરેશાન થઈ ગઈ હતી. અંતે તેણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.