શોધખોળ કરો
‘છારાઝ ઈન અમદાવાદ : કોમ્યુનિટીઝ કનેકટીંગ હેરિટેજ’ વિષય પર 30 જૂન સુધી પ્રદર્શન નિહાળી શકાશે
1/4

વડોદરા સ્થિત ભાષા રિસર્ચ એન્ડ પબ્લીકેશન સેન્ટરે અમદાવાદ સ્થિત છારા ડીએનટી સમુદાય પર બુધાન થિયેટર પ્રવૃત્તિઓ મારફતે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જ્યારે યુનિવર્સિટી ઓફ નોર્ધન કોલોરાડોનાં ડિપાર્ટમેન્ટ ઓફ એન્થ્રોપોલોજીએ અમેરિકાના મૂળ વતનીઓ, આફ્રિકન અમેરિકન ઈમિગ્રન્ટસ અને કારેની બર્મીઝ રેફ્યુજી કોમ્યુનિટીઝ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
2/4

અમદાવાદઃ વડોદરા સ્થિત ભાષા રિસર્ચ એન્ડ પબ્લીકેશન સેન્ટર દ્વારા અમદાવાદ સ્થિત નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં ‘છારાઝ ઈન અમદાવાદ : કોમ્યુનિટીઝ કનેકટીંગ હેરિટેજ’ વિષય પર પ્રદર્શનનો આરંભ થયો છે. આ પ્રદર્શન તા. 30 જૂન સુધી સવારે 10:30થી સાંજે 7:00 સુધી ખુલ્લુ રહેશે. આ ઉપરાંત બુધવારે, ગુરૂવાર અને શુક્રવારનાં રોજ સાંજે 4:00 કલાકે અને શનિવારે તેમજ રવિવારે સવારે 11:30 કલાકે અને સાંજે 4:00 કલાકે ગાઈડેડ ટુરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Published at : 25 Jun 2019 06:22 PM (IST)
View More





















