Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
તમારા અને મારા ટેક્સના રૂપિયા કેવા ભોંય ભેગા થાય છે,કઈ હદે પ્રજાલક્ષી કામોમાં ભ્રષ્ટાચાર થાય છે અને વિકાસકામો માત્ર કાગળ પર થાય છે,જમીન પર નહીં..તેના દ્રશ્યો આપને બતાવીશું. જુઓ આ ત્રણ દ્રશ્યો. પહેલા દ્રશ્યો છે સુરતના. હદ વિનાનો નર્યો ભ્રષ્ટાચાર છે આ દ્રશ્યો..લોકાર્પણ પહેલા જ તૂટી પડી પાણીની ટાંકી. સુરતમાં અરેઠ તાલુકાના તડકેશ્વર ગામમાં નિર્માણાધીન ટાંકી ભોંય ભેગી થઈ ગઈ. 21 કરોડના ખર્ચે બની રહેલી આ ટાંકીમાં પાણી ભરીને ટેસ્ટિંગ કરવામાં આવતા જમીનદોસ્ત થઈ ગઈ. એવી જ રીતે થોડા સમય પહેલા નવસારીમાં પણ 12 લાખના ખર્ચે બની રહેલી પાણીની ટાંકીમાં ટેસ્ટિંગ માટે પાણી ભરવામાં આવતા ટકી ન શકી અને જમીનદોસ્ત થઈ ગઈ. તો આ તરફ બનાસકાંઠામાં પાણીની ટાંકી અને સંપ તો બન્યા. પણ પાણી ઘરે ઘરે પહોંચાડવા માટે જરૂરી પાઈપલાઈનનું કામ જ અધુરું છે..કારણ કે કેટલોક વિસ્તાર વન વિભાગ હસ્તક હોવાથી મંજૂરી નથી મળી.
સૌપ્રથમ વાત સુરતની કરીશું.જ્યાં અરેઠના તડકેશ્વર ગામમાં ભ્રષ્ટાચારની ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ. આશા હતી કે પાણીની ટાંકી બની જશે તો આસપાસના 14 ગામના લોકોને પાણી મળશે. છેલ્લા 3 વર્ષથી કામગીરી ચાલુ હતી ટાંકી બનીને તૈયાર થઈ.. હજુ તો લોકાર્પણ પણ નહોતું થયું,પાણી ભરીને ટાંકીનું ટેસ્ટિંગ કરતા જ ટાંકી જમીનદોસત થઈ ગઈ. ટાંકી બનાવવા માટે એટલી હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું કે હાથથી સિમેન્ટ તૂટી જાય... જમીનમાંથી પીલ્લર પણ ઉખડી ગયા. એટલી ખરાબ હદનું કામ આ ટાંકી બનાવવા માટે કર્યું...અંતે પ્રજાના રૂપિયા પાણીમાં ગયા.
આવી જ ઘટના નવસારીના સીંગોદમાં પણ બની.. હજુ લોકાર્પણ પણ નહોતું થયું...ટેસ્ટિંગ માટે પાણી ટાંકીમાં ભરવામાં આવ્યું..અને ટાંકી ભોંય ભેગી થઈ ગઈ..12 લાખના ખર્ચે RBPL એજન્સીએ 50 હજાર લીટીરની ઓવરહેડ ટાંકી બનાવી તો ખરી.. ટાંકીના લોકાર્પણ પહેલા પાણી ભરીને ટેસ્ટિંગ કરતા બીજા જ દિવસે ટાંકીમાં તિરાડો પડવા લાગી....અને ત્રીજા દિવસે આખી ટાંકી ભોંય ભેગી થઈ ગઈ.. ટાંકી બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ગામના આગેવાનો લગાવી રહ્યા છે.





















