શોધખોળ કરો
અમદાવાદઃ 'તારા પેટમાં છે એ બાળક મારું નથી', કહી પતિએ કર્યો ઝઘડો ને આવ્યો કેવો કરુણ અંજામ? જાણો
1/4
અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાની ગર્ભવતી પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાંખતા અરેરાટી વ્યાપી ગઈ છે. યુવકને પત્નીના પેટમાં રહેલું બાળક પોતાનું ન હોવાની શંકા જતાં તેણે પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને આ ઝઘડા દરમિયાન ઉશ્કેરાઇ ગયેલા યુવકે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને પછી લાશ ઝાળીમાં ફેંકી દીધી હતી. બીજી તરફ યુવકે પોતાની પત્ની ઝઘડો કરીને ક્યાંક જતી રહી હોવાની સાસરીવાળાને જણાવ્યું હતું અને ચેતને સોલા પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
2/4

થલતેજ સ્થિત મોટા બારોટ વાસ ખાતે રહેતાં ચેતન બારોટ સાથે ગત 11 ફેબ્રુઆરી 2016ના રોજ હિનાના લગ્ન થયા હતા. જોકે, લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આથી હિના પોતાના પિતાના ઘરે પરત આવી ગઈ હતી. આ પછી સમાજના આગેવાનોની સમજાવટ પછી હિના પતિના ઘરે પરત ફરી હતી. આ લગ્નજીવન દરમિયાન તેને પતિ થકી સાત મહિનાનો ગર્ભ રહ્યો હતો. ત્યારે છ તારીખની ઘટના અંગે હિનાના પિતાને તેમની ભત્રીજી પાસેથી ગુમ થયાની માહિતી મળી હતી.
Published at : 10 Oct 2016 12:45 PM (IST)
View More





















