અમદાવાદઃ શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં કુરિયર બોયે સગીરાની છેડતી કરી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવક સગીરા પાસે પાણી પીવાને બહાનો પહોંચી ગયો હતો અને પછી તેને કમરથી પકડીને છેડતી કરી હતી. જોકે, યુવતીએ બૂમાબૂમ કરતાં યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પાડોશીએ પકડીને પોલીસને સોંપી દીધો હતો.
2/3
આ અંગેની વિગતો એવી છે કે, ન્યૂ રાણીપના એક એપાર્ટમેન્ટમાં કુરિયર કરવા પહોંચેલા ડિલિવરી બોયે સગીરા પાસે ત્રણ વાર પાણી મંગાવ્યું હતું. આ બહાને યુવક ઘરમાં આવી ગયો હતો અને સગીરાને કમરથી પકડી તેની છેડતી કરી હતી. જોકે, સગીરાએ બૂમાબૂમ કરતાં યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
3/3
જોકે, સગીરાની બૂમો સાંભળી પાડોશીઓ દોડી આવ્યા હતા અને ડિલિવરી બોયને પકડી પાડ્યો હતો. તેમજ સાબરમતી પોલીસને જાણ કરતાં કુરિયર બોયની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.