શોધખોળ કરો
ટ્રાફિક ઝુંબેશ બદલ લોકોના અભિનંદનનો પ્રવાહ શરૂ થતાં પોલીસ કમિશ્નરે લોકોને શું કરી અપીલ?
1/3

તેમણે વધુમાં કહ્યું કે, મારી પર અભિનંદન, શુભેચ્છા આપવા છેલ્લા બાર કલાકમાં દર બે સેકન્ડે એક ફોન આવે છે. લોકોની લાગણીને બિરદાવુ છુ પણ મારી નાગરિકોને વિનંતી છે કે, તમારે પોલીસની મદદ જોઈતી હોય તો 100 નંબર પર ડાયલ કરો, ટ્રાફિકની સમસ્યા હોય તો 1095 પર ફોન કરે, મારી કામગીરીને બિરદાવવા કે અભિનંદ આપવા મને કોઈ નાગરિક ફોન કરે નહીં. આવુ ચાલુ રહેશે તો કયારેક ઈમરજન્સી ફોન આવશે તો મારે ટાળવો પડશે. સારી કામગીરી બિરદાવવાનુ ટાળો. કમિશનર તરીકે મારા ધ્યાન પર લાવવા જેવી ગંભીર બાબત લાગે તો જ મને ફોન કરવો.
2/3

પોલીસ કમિશનર એ.કે.સિંઘે કહ્યું હતું કે, છેલ્લા 12 કલાકમાં તેમના પર 5000 કોલ્સ અને મેસેજ મળ્યા હતા. જોકે એ.કે.સિંઘે લોકોને અપીલ કરી હતી કે, લોકોની લાગણી સરાહનીય છે પણ અભિનંદન, શુભેચ્છા કે લાગણી પહોંચાડવા પર્સનલ નંબર પર કોઈ પણ નાગરિક ફોન ન કરે.
Published at : 07 Aug 2018 10:59 AM (IST)
View More




















