ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2026માં યોજાનારી વિવિધ સંવર્ગની ભરતી પરીક્ષાઓની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે.

Exam Schedule 2026 : સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2026માં યોજાનારી વિવિધ સંવર્ગની ભરતી પરીક્ષાઓની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. ક્લાસ-1 અને ક્લાસ-2 ના કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગો માટેની પ્રાથમિક કસોટી આગામી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન યોજાશે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, ક્લાસ-1 અને ક્લાસ-2 ના કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગો માટેની પ્રાથમિક કસોટી આગામી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન યોજાશે.
રહસ્ય સચિવ ક્લાસ-2, મદદનીશ વહીવટી અધિકારી ક્લાસ-2, ગુજરાત મત્સ્યોદ્યોગ સેવા, સામાન્ય રાજ્ય સેવામાં ક્લાસ-2 વટીવટી અધિકારી, MIS મેનેજર ક્લાસ 1 અને 2, નાયબ મેનેજર, દંતસર્જન, પશુચિકિત્સા અધિકારી ક્લાસ-2, નિયામક ગ્રંથપાલ, મદદનીશ ગ્રંથપાલ નિયામક, ગુજરાત શિક્ષણ સેવા, મદદનીશ ઉદ્યોગ કમિશનર, નાયબ માહિતી નિયામક તથા મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી સહિતની ભરતી માટે પ્રાથમિક કસોટી યોજાશે. ઉમેદવારોએ વિગતવાર પરીક્ષા કેન્દ્ર અને સમયની માહિતી માટે GPSCની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવા વિનંતી કરવામાં આવી છે.
પ્રાથમિક પરીક્ષાની તારીખ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.https://t.co/Me3TQBhHfV
— GPSC (@GPSC_OFFICIAL) January 8, 2026
જીપીએસસીના ચેરમેન દ્વારા આજે એક્સ પર પોસ્ટ કરી આ માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, GPSC વિવિધ વિભાગો સાથે પરામર્શ કરી રહી છે. તે પૂર્ણ થતાં જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે.
જાહેરાત ક્રમાંક 28/2025-26 તથા જાહેરાત ક્રમાંક 44/2025-26 સિવાયની તમામ જાહેરાતોની સામાન્ય અભ્યાસ (General Studies) ની પ્રાથમિક કસોટી 26/04/2026 ના રોજ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે સંબંધિત વિષયોની પરીક્ષાઓ અલગ-અલગ તારીખોએ લેવામાં આવશે.
GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો અનુસાર, ક્લાસ-1 અને ક્લાસ-2 ના કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગો માટેની પ્રાથમિક કસોટી (Preliminary Exam) આગામી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન યોજવાનું આયોજન છે.
વધુ માહિતી માટે GPSCની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખો
આ જાહેરાતથી વહીવટી અને ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોમાં નવી આશાનો સંચાર થયો છે. ઉમેદવારોએ વિગતવાર પરીક્ષા કેન્દ્ર અને સમયની માહિતી માટે GPSCની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવા વિનંતી કરવામાં આવી છે.





















