અમદાવાદઃ ભાજપના નેતા જયંતિભાઈ ભાનુશાળીની હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે અને પોલીસે કચ્છમાં ટોચના ઉદ્યોગપતિ જયંતિ ઠક્કર અને તેમના ભાગીદાર મોહમદ સિદ્દીકી ઝુનેઝાની પૂછપરછ કરી છે. આ પૂછપરછ પછી અનેક નવા ખુલાસા થાય તેવી શક્યતા છે.
2/3
મોહમદ સિદ્દીકી ભુજ ભાજપ શહેરના પૂર્વ મહામંત્રી છે. ગઈ કાલ સાંજથી બંનેની પૂછપરછ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યંતિ ઠક્કરને પોલીસે ભાનુશાળીના આર્થિક વ્યવહારો તથા બીજી પ્રવૃત્તિઓ અંગેના સવાલો પૂછ્યા હતા. ભાનુશાળી હત્યા કેસમાં જેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં જ્યંતિ ઠક્કરનું પણ નામ છે.
3/3
જયંતિ ઠક્કર કચ્છના એક મોટા ઉદ્યોગપતિ અને ફરિયાદમા જ્યંતિ ઠક્કરનો ઉલ્લેખ હોવાથી ઠક્કર ગુરૂવારે સાબરમતી પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પછી પોલીસની જીપમાં બેસીને તે રવાના થયા હતા. જ્યંતિ ઠક્કરની એસઆઈટીના અધિકારીઓએ પૂછપરછ છે ત્યારે અનેક નવા ખુલાસા થાય આવે તેવી શક્યતા છે.