ત્યાર બાદ મેં મારા પતિને જણાવ્યું હતું કે, તમે બધાં ભેગા થઈ કેમ મને ભુવાજી પાસે લઈ ગયા એમ કહી તેમની સાથે અવાર-નવાર બોલાચાલી કરી હતી. મેં કહ્યું હતું કે, મને કોઈ વળગળ નથી. ત્યાર બાદ હું પાલનપુર જતી રહી અને હાલ હું મારા માતા-પિતા રહું છું.
2/8
આ સમયે ભુવાજીએ ઘરના સભ્યોની હાજરીમાં મારા પર પાણી છાંટીને લીંબુ દોરો આપી કહ્યું હતું કે, તને સારું થઈ જશે. ત્યાર બાદ અમે અમારા ઘરે સરસપુર ગયા અને બીજા બે સભ્યો તેમના ઘરે ગયા હતાં.
3/8
કપડાં આપ્યા બાદ ભુવાજીએ કહ્યું હતું કે, તું કપડાં ઉતારીને પંદર ડગલા ચાલીને મારી સામે આવ. આ સમયે રૂમમાં ભુવાજી, મારા દિયર-દેરાણી અને અન્ય એક મહિલા હાજર હતા. જ્યારે મારા પતિ અને સસરાને રૂમની બહાર ઉભા રહેવા માટે કહ્યું હતું. બાદ મેં મારા શરીર પર પહેરેલા તમામ કપડાં ઉતારી નાખ્યા હતાં અને ભુવાજીએ કહ્યું હતું કે, 15 ડગલા ચાલ. પરંતુ આ સમયે મને ડર લાગતા મેં મારી દેરાણી પાસેથી ચણીયો લઈ પહેરી લીધો હતો.
4/8
ચંદન ભુવાજીએ પરિવારના સભ્યો વચ્ચે કહ્યું હતું કે, આ બેનને 15 વર્ષ જુનું વળગળ છે. જેથી તેને દૂર કરવા માટે કલમ નાંખવી પડશે. જેના માટે આ બેનના કપડાં બદલાવવા પડશે. ત્યાર બાદ ચેતન ભુવાએ કપડાં આપ્યા હતા. તેમાં ચણીયો, કબજો, ઓઢણું હતું.
5/8
આ બધાંથી કંટાળીને એક દિવસ હું અને મારા પતિ મારા દિયરના ઘરે ગયા હતા. જ્યાં મારા સસરા મંગાભાઈ અને દીપુની પાડોશમાં રહેતા લીલાબેન પણ ત્યાં હાજર હતા. ત્યાર બાદ ત્યાંથી અમે બધા ચંદનનગરમાં રહેતા ચેતન ભુવાજીને ત્યાં ગયા હતાં.
6/8
દવા અને દુવા કરી હોવા છતાં પણ મને કોઈ પણ જાતનો ફેર પડ્યો નહોતો. જે બાબતે મેં મારા ઘરના સભ્યોને જાણ કરી હતી. જેથી મને તથા મારા પતિને મારા દિયર ગોપાલ, દેરાણી દીપુએ જણાવ્યું કે, અમારા ધ્યાનમાં ચંદનનગરમાં રહેતા ચેતન ભુવાજી છે અને તેઓ ભુવાનું કામ કરે છે. જો તમારે બતાવવું હોય તો તમે આવજો.
7/8
પોલીસ સ્ટેશનમાં થયેલ ફરિયાદ પ્રમાણે, હું મારા પતિ અને બે બાળકો સાથે રહું છું. મને છેલ્લા છ માસથી શારીરિક બીમારી હોવાથી હું અવાર-નવાર દવાઓ લાવતી હતી અને ભુવાઓ પાસે પણ જોવડાવતી હતી.
8/8
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં સરસપુરમાં ગોકુળદાસની ચાલીમાં રહેતી એક મહિલાને ભુવાજી સામે નગ્ન કરવામાં આવી હોવાની ફરિયાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. આ મહિલાએ પતિ, દિયર-દેરાણી, એક મહિલા, ચેતન ભુવાજી અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)