પહેલા માળના એક મકાનનો દરવાજો ખોલતા જ સામે નલિન કોટડિયા યોગ કરી રહ્યાં હતા. ટીમે તેમને પોલીસની ઓળખ આપતા નલિનભાઈએ કહ્યું, આવી ગયાં? અહીંયાનું સરનામું કોણે આપ્યું? જોકે, નલિન કોટડિયા હવે એક ભાગેડું આરોપી હોઈ પોલીસને તેમના સવાલનો જવાબ આપ્યા વગર જ તેમને ગાડીમાં બેસાડી મોડી સાંજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લાવવામાં આવ્યા હતા.
2/4
ક્રાઇમ બ્રાંચ સૂત્રો પ્રમાણે, પાકી બાતમીના આધારે અમલનેર રેલવે સ્ટેશનની રેલવે ઓફિસર્સ સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવામાં આવી રહ્યાં છે, તે પૈકીના એક ક્વાર્ટરમાં નલિન કોટડિયા રોકાયા છે. જોકે આ ક્વાર્ટર્સમાં હાલ કોઈ રહી શકે તેમ પણ નથી. આથી સવારે સવારે આખી સાઈટને ઘેરી લેવામાં આવી હતી. સાઈટ લગભગ તૈયાર છે, ફિનિશીંગ કામ કરતા મજૂરોને પૂછ્યું હતું, સાહેબો ક્યા ફ્લેટમાં રોકાય છે? તેમણે જે બ્લોક બતાવ્યો તે બ્લોકમાં તપાસ શરૂ કરી દીધી હતી.
3/4
પોલીસનું માનવું છે કે, નલિન કોટડિયા બે મહિનાથી અમલનેર રેલવે સ્ટેશન નજીક બનાવવામાં આવી રહેલા રેલવે ઓફિસર્સના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતાં. નલિન કોટડિયા જે ક્વાર્ટર્સમાં રોકાતા હતા ત્યાં કોઈ રહી પણ ના શકે તેવા છે કારણ કે હજુ આ ક્વાર્ટર્સનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. જોકે નલિન કોટડિયા પોલીસ પકડમાં ન આવે એટલા માટે અહીં રહેતા હતાં. આ સ્ટાફ ક્વાર્ટર અમરેલીના જ તેમના સંબંધી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહ્યાં છે તેવું જાણવા મળ્યું હતું.
4/4
અમદાવાદ: બિટકોઇન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની મહારાષ્ટ્રના અમલનેર ગામ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચ ડીસીપીને સૌરાષ્ટ્રના એક બાતમીદાર તરફથી આવેલા ફોન પછી રાતોરાત આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.