શોધખોળ કરો

Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પાંચ શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું ગયું છે. જ્યારે છ ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર શહેર રહ્યું.તો અમદાવાદમાં

ઉત્તરાયણની રાત સિઝનની સૌથી ઠંડી બની રહી હતી. ગુરુવારે રાત્રે અમદાવાદમાં 11.5 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું. ગઈકાલ રાત્રિના સૂસવાટાભર્યા પવનથી ઠંડીનીતિવ્રતા વધારે રહી તો રાજકોટમાં 8.4, પોરબંદરમાં 8.9, ડીસામાં 9.3, નલિયામાં 9.6, વડોદરામાં 10 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5, ભાવનગરમાં 10.6,ભુજમાં 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસ હજુ કડકડતી ઠંડી પડી શકે છે. ઉત્તર ભારતના ઠંડા પવનના કારણે ઠંડીનું જોર રહેશે.

ગુજરાતના માટોભાગના જિલ્લામાં તાપમાન 10ની આસપાસ નોંધાયું છે. રાજ્યમાં તાપમાનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને 22 જાન્યુઆરીથી તાપમાનનો પારો ગગડવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. જેથી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડિગ્રી સુધી ગગડે તેવો અનુમાન છે. 

હાલ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં જોરદાર ઠંડી પડી રહી છે. તો આવનાર દિવસોમાં તાપમાનનો પારો ઉપર જશે કે હજુ ગગડશે? રાજ્યમાં આગામી દિવસોમાં કેવી ઠંડી પડશે? તેના વિશે વાત કરીએ તો ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. કારણ કે,આજે અને કાલે તાપમાન એકથી 2 ડિગ્રી વધી શકે છે. જો કે 16 જાન્યુઆરી બાદ ફરી રાજ્યમાં ઠંડી વઘી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્ર, કચ્છ, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ઠંડી વધુ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 16 બાદ ઠંડીનું જોર યથાવત રહેશે. ખાસ કરીને 22 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છે કારણ કે, આ સમય દરમિયાન તાપમાન ખૂબ નીચું જઇ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન જઇ શકે છે. કચ્છની વાત કરીએ તો, આગામી 22 જાન્યુઆરીથી કચ્છમાં તાપમાનનો પારો ગગડતાં 10 ડિગ્રી સુધી નીચે તાપમાન જઇ શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં પણ 22 જાન્યુઆરી બાદ તાપમાન 10 ડિગ્રીની આસપાસ થઇ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી દિવસના તાપમાનમાં પણ ધરખમ ધટાડો થતાં દિવસમાં પણ હાડ થીજાવતી ઠંડી પડી શકે છે. આ દિવસોમાં તાપમાનનો પારો ગગડવાની સાથે સૌરાષ્ટ્રમાં પવનની ગતિ પણ વધી શકે છે. 22 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. હવામાનના અનુમાન મુજબ 30 જાન્યુઆરી બાદ મોટુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. જેની અસરથી ગુજરાતના હવામાનમાં ફેરફાર થઇ શકે છે

ગુજરાત વિડિઓઝ

Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં મુખ્ય આરોપી મેહુલ ઝડપાયો, ત્રણની ધરપકડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં મુખ્ય આરોપી મેહુલ ઝડપાયો, ત્રણની ધરપકડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget