આ ચાર બેઠકો પૈકી અમદાવાદ પૂર્વ બેઠક પર ફિલ્મ અભિનેતા પરેશ રાવલ, અમદાવાદ પશ્ચિમ બેઠક પર ડો. કિરિટ સોલંકી ચૂંટાયા છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. રાજકોટ બેઠક પરથી મોહનભાઇ કુંડારિયા અને નવસારી બેઠક પરથી સી.આર. પાટિલ ચૂંટાયા છે.
2/5
અમદાવાદઃ કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ ગુજરાતના પ્રભારી રાજીવ સાતવના અધ્યક્ષસ્થાને 3 દિવસ લગી બેઠકોનો દોર ચલાવ્યો. આ બેઠકોમાં લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને સમીક્ષા કરવામાં આવી. આ સમીક્ષા બેઠકમાં 25 લોકસભા બેઠકો માટે ચર્ચા થઈ હતી.
3/5
આ રજૂઆતનો અર્થ એ થાય કે, કોંગ્રેસના નેતાઓ પણ માને છે કે, આ ચાર બેઠકો પર જીતવું મુશ્કેલ છે અને આ ચાર બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે. ભાજપ ગમે તેને ઉભા રાખે તો પણ આ બેઠકો પરથી જીતી જાય તેમ છે તેવો કોંગ્રેસના નેતાઓનો જ મત છે.
4/5
મજાની વાત એ છે કે આ 25 બેઠકો પૈકી ચાર બેઠકો પર ઉમેદવારી નોંધાવવા માટે કોઈ દાવેદાર આગળ જ ના આવ્યો. આ ચાર બેઠકોમાં રાજકોટ, નવસારી, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકનો સમાવેશ થાય છે. આ ચાર બેઠકો માટે કોંગ્રેસમાંથી કોઈએ દાવેદારી કરી નથી.
5/5
વડોદરા સિવાય તમામ લોકસભા બેઠકો પર સ્થાનિક આગેવાનોનો મત પ્રદેશના નેતાઓએ સાંભળ્યો હતો. આ બેઠકો માટે કેટલાક નેતાઓએ દાવેદારી પણ કરી. તમામ બેઠકો માટે સામાજિક અને સ્થાનિક સમીકરણ પર ભાર મૂકાયો. સાથે જ ગેરશિસ્ત કરનાર સામે આકરાં અને ઝડપી પગલાંની માંગ પણ કરાઈ.