શોધખોળ કરો
અમદાવાદઃ યુવતીની સાથે છેલ્લા એક વર્ષથી પરાણે સંબંધ બાંધતી વ્યક્તિનું નામ જાણી ચોંકી જશો?
1/3

અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં દીકરી પર સાવકા બાપ દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સાવકા બાપ પર ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે. યુવતીની ફરિયાદને આધારે હાલ સાવકા બાપની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, મદદગારી કરનાર માતાની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.
2/3

જોકે, એક વર્ષ સુધી પિતાની હવસનો શિકાર બન્યા પછી ત્રાસ અસહ્ય થતાં યુવતી આજે સેટેલાઇટ પોલીસ સ્ટેશન પહોંચી હતી. યુવતીની ફરિયાદને આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. જ્યારે તેની માતાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. સેટેલાઇટ પોલીસ હવે યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવશે.
3/3

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના માણેકબાગ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં સાવકા પિતા દ્વારા છેલ્લા એક વર્ષથી બળાત્કાર ગુજારાતો હોવાની ફરિયાદ કરી છે. આ બળાત્કારમાં તેની માતાએ પણ મદદગારી કરી હતી. આ અંગે કોઈને વાત ન કરવા માટે માતા તેને ધમકાવતી હતી.
Published at : 01 May 2018 11:38 AM (IST)
View More





















