ચિરાગ પટેલ અગાઉ કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)માં સક્રિય હતા. ચિરાગ પટેલ ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ મંત્રી ગોરધન ઝડફિયાના વિશ્વાસુ પણ રહ્યા છે. ગોરધન ઝડફિયા ભાજપમાં જોડાઈ જતાં તેમણે ઝડફિયા સાથે છેડો ફાડ્યો હતો. હવે નવો પક્ષ બનાવી તેમણે પણ વધુ એક મોરચો ખોલ્યો છે.
2/7
ચિરાગે એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે તેમનો પક્ષ, તેમની સાથે સંમત્ત હોય તેવી કોઈ પણ સંસ્થા સાથે વાત અને જોડાણ કરવા તૈયાર છે, પછી તે તે હાર્દિક હોય અથવા અલ્પેશ ઠાકોર હોય. તેમની સાથે ચર્ચા કરીને એક કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવી તેમની સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડવાની અમારી તૈયારી છે.
3/7
તેમણે જણાવ્યું કે, અનામતની લાંબી લડાઈ બાદ સમજાયું છે કે સરકારનો હિસ્સો બન્યા વગર અનામત ના મળે. અમારી વાત માત્ર પાટીદાર અનામતની નથી, પણ જે જ્ઞાતિઓને અનામત મળી છે તેમની ખાલી જગ્યાઓ પણ ભરાતી નથી. તેમને પણ અનામતનો યોગ્ય લાભ મળી રહ્યો નથી, તેવી જ્ઞાતીઓ માટે પણ અમારી લડાઈ છે.
4/7
અમદાવાદઃ છેલ્લાં બે વર્ષથી અનામતની માંગ કરી રહેલા યુવા પાટીદાર નેતાઓ પૈકીના એક ચિરાગ પટેલે ગુજરાતમાં રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. તેના કારણે હવે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતાઓ રાજકારણમાં ઝંપલાવીને સક્રિય ભૂમિકા ભજવશે તેવા સંકેત મળ્યા છે.
5/7
હાર્દિક પટેલના સાથી અને સાત મહિના સુધી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા ચિરાગ પટેલે જણાવ્યું કે, ગુજરાતની વિવિધ વિધાનસભા બેઠક ઉપર આ નવો પક્ષ પોતાના ઉમેદવાર મૂકશે અને આ ઉમેદવારોની જાહેરાત પણ આવતા સપ્તાહે કરશે.
6/7
ચિરાગ પટેલને પાસમાંથી સસ્પેન્ડ કરાયો છે. ચિરાગ પટેલ અને કેતન પટેલે હાર્દિક પટેલ સામે નાણાંકીય ગોટાળાના આક્ષેપ કર્યા હતા. હાર્દિક આંદોલનના કારણે કરોડપતિ બની ગયો હોવાના આક્ષેપ ઉપરાંત તેમણે હાર્દિક આંદોલનનો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કરે છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યા હતા.
7/7
પાટીદાર નેતા ચિરાગ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આગામી એક સપ્તાહમાં નવા રાજકીય પક્ષની જાહેરાત કરાશે અને આ નવા પક્ષના નેજા હેઠળ પાટીદાર વિધાનસભાની ચૂંટણીઓમાં ઝંપાલવાશે. ચિરાગ પટેલે અનામત અને બેકારી જેવા મુદ્દે લડી લેવા માટે નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે.