પ્રિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ન્યૂજર્સીમાં લગ્ન રજિસ્ટર કરાવ્યા હતા. દરમિયાન પરેસ પ્રિયા સાથે મારઝૂડ કરતો હતો અને માતા-પિસા પાસેથી પૈસા મંગાવવા દબાણ કરતો હતો. અમેરિકા સંબંધીઓ દ્વારા સમજાવટ કરાઈ હતી, પરંતુ પરેશ તેને પરેશા કરતો હતો.
2/5
આ અંગે પ્રિયાએ સાસરીવાળાને વાત કરતાં અમેરિકામાં રહેવું હોય તો બધું સહન કરવું પડશે, તેમ કહ્યું હતું. આ પછી પરેશે તેને ઝઘડો કરી અમદાવાદ પરત મોકલી દીધી હતી. માવતરે આવ્યા પછી પણ પતિ-સાસરિયા તરફથી કારની માંગણી ચાલુ રહેતા પ્રિયાએ પાલડી પોલીસ સ્ટેશનમાં પતિ-સાસરીયા સામે ફરિયાદ કરી છે.
3/5
આ અંગેની વિગતો એવી છે કે, પાલડીમાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)ના લગ્ન મૂળ વડોદરાના અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા પરેશ(નામ બદલ્યું છે) સાથે એપ્રિલ 2017માં જ્ઞાતિના રિવાજ પ્રમાણએ થયા હતા. લગ્ના બીજા દિવસે જ પરેશ અમેરિકા જતો રહ્યો હતો. પતિ અમેરિકા જતાં પ્રિયા પિયરમાં રહેતી હતી. આ પછી પ્રિયા પતિ સાથે ફોનથી વાત કરતી હતી. આ સમયે પરેશ પ્રિયા પાસે પૈસા અને દહેજની માંગણી કરતો હતો.
4/5
જોકે, સાસરીવાળાએ તેને સાંત્વના આપતાં તેને શાંતિ થઈ હતી. અંતે ગત મે 2017માં પતિ પાસે અમેરિકા પહોંચી હતી. પરંતુ અહીં પરેશનું વર્તન એકદમ બદલાયેલું હતું. તે પ્રિયાને પાસે આવવા દેતો નહોતો અને તેને શરીરસુખ આપતો નહોતો.
5/5
અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં રહેતી અને અમેરિકાથી પરત ફરેલી યુવતીએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદ છે કે, તેનો પતિ તેને શારીરિક સુખ આપતો નથી. એટલું જ નહીં, પતિ અને સાસરીયાઓ દહેજમાં કારની માંગણી કરતા હોવાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં કરી છે.