શોધખોળ કરો
યુપીમાં ગોરધન ઝડફિયા નહીં પણ ભાજપના આ દિગ્ગજ નેતા લોકસભા ચૂંટણીના ઈન્ચાર્જ, એક અઠવાડિયામાં જ કેમ બદલાયું ચિત્ર ?
1/4

ભાજપની પ્રેસ નોટનો અર્થ એ થાય કે, ગોરધન ઝડફિયા ઉત્તર પ્રદેશમાં કો-ઈન્ચાર્જ એટલે કે સહપ્રભારી તરીકે કામ કરશે. ભાજપનાં સૂત્રોએ જણાવ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં કુલ 6 સહપ્રભારી હશે કેમ કે ઉત્તર પ્રદેશ મોટું અન મહત્વનું રાજ્ય છે. આ સહ પ્રભારીઓ પૈકી એક ગોરધન ઝડફિયા હશે.
2/4

મીડિયાએ તેના આધારે એવું અર્થઘટન કર્યું હતું કે, ઝડફિયા ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીના ઈન્ચાર્જ હશે. હવે ભાજપે જાહેરાત કરી છે કે, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા ઉત્તર પ્રદેશના ચૂંટણી ઈન્ચાર્જ છે. ભાજપે તેની પ્રેસ નોટમાં નડ્ડાનો સ્પષ્ટપણે પ્રભારી એટલે કે ઈન્ચાર્જ તરીકે ઉલ્લેક કર્યો છે.
Published at : 07 Jan 2019 11:52 AM (IST)
Tags :
BjpView More




















