શોધખોળ કરો
ભાજપના ક્યા બે નેતાને ખેંચી લાવીને કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડાવશે ? જાણો વિગત
1/4

ભાજપથી છેડો ફાડીને 2017માં વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ લડનારા બિમલ શાહ અને નિષ્ક્રિય થઈ જનારા લાલજીભાઇ પટેલ કોંગ્રેસના સંપર્કમાં છે અને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કરી શકે છે તેવુ ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસ બિમલ શાહને ખેડા અને લાલજી પટેલને સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે.
2/4

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો જીતે તેવા ઉમેદવારોને પોતાની તરફ ખેંચવા સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસે પણ આ તડજોડ શરૂ કરી છે અને ભાજપથી નારાજ થઈને છેડો ફાડનારા બે નેતાઓને પક્ષમાં સમાવીને લોકસભાની ચૂંટણી લડાવવાની તૈયારી શરૂ કરી છે.
Published at : 23 Sep 2018 10:00 AM (IST)
View More





















