શોધખોળ કરો
હાર્દિક પટેલ નિકોલ જવા નિકળતાં પોલીસે હાથ ખેંચી બહાર કાઢવા પ્રયત્ન કરતાં ઝપાઝપી, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19052631/FFB.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નિકોલ કે સુરતમાં પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે હું મારા જ ઘર બહાર જ ઉપવાસ કરીશ. પોલીસ ખોટી રીતે મારી અટકાયત ન કરી શકે. જો કરશે તો હાઇકોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી કાર્યવાહી કરવી જોઇએ. જો આવુંને આવું રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહીં પણ તાનાશાહી જેવી સ્થિતિ આવી જશે. આ ઉપરાંત તેમણે પોલીસને માપમાં રહેવાની અપીલ કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19105405/HARDIK-SMARTY-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નિકોલ કે સુરતમાં પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે હું મારા જ ઘર બહાર જ ઉપવાસ કરીશ. પોલીસ ખોટી રીતે મારી અટકાયત ન કરી શકે. જો કરશે તો હાઇકોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી કાર્યવાહી કરવી જોઇએ. જો આવુંને આવું રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહીં પણ તાનાશાહી જેવી સ્થિતિ આવી જશે. આ ઉપરાંત તેમણે પોલીસને માપમાં રહેવાની અપીલ કરી હતી.
2/6
![પ્રતિક ઉપવાસને લઇને હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસ માટે ગુજરાત સરકાર કેમ ડરી રહી છે. હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યો છું તો સરકાર કેમ મને રોકવાનું કામ કરી રહી છે. પોલીસનો કાફલો મારી ઘરની બહાર ખડકી દેવામાં આવ્યો છે. મને ઉપવાસ કરતા કોઇ રોકી નહીં શકે, પાર્કિગ પ્લોટમાં નહીં જવા દે તો હું મારા ઘરની બહાર એન્ટ્રી ગેટમાં જ ઉપવાસ કરીશ. પરંતુ હું ચોક્કસ ઉપવાસ કરીશ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19105401/HARDIK-SMARTY-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિક ઉપવાસને લઇને હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસ માટે ગુજરાત સરકાર કેમ ડરી રહી છે. હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યો છું તો સરકાર કેમ મને રોકવાનું કામ કરી રહી છે. પોલીસનો કાફલો મારી ઘરની બહાર ખડકી દેવામાં આવ્યો છે. મને ઉપવાસ કરતા કોઇ રોકી નહીં શકે, પાર્કિગ પ્લોટમાં નહીં જવા દે તો હું મારા ઘરની બહાર એન્ટ્રી ગેટમાં જ ઉપવાસ કરીશ. પરંતુ હું ચોક્કસ ઉપવાસ કરીશ.
3/6
![અમદાવાદ: 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસને લઈને પાસ કન્વિનર હાર્દિક પટેલે સીએમ વિજય રૂપાણીને એક પત્ર લખ્યો હતો. હાર્દિકે આમરણાંત ઉપવાસ માટે જગ્યાની મંજૂરી ન મળી હોવાથી આ પત્ર લખ્યો હતો. જોકે, મંજૂરી ન મળતાં હાર્દિક પટેલ સહિત પાસ કન્વિનરો આજે રવિવારે નિકોલમાં પ્રતિક ઉપવાસ કરવાના હતો જેના કારણે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. હાર્દિકના ઘરની બહાર પોલીસ કાફડો ખડકી દેવામાં આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19105357/HARDIK-SMARTY-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસને લઈને પાસ કન્વિનર હાર્દિક પટેલે સીએમ વિજય રૂપાણીને એક પત્ર લખ્યો હતો. હાર્દિકે આમરણાંત ઉપવાસ માટે જગ્યાની મંજૂરી ન મળી હોવાથી આ પત્ર લખ્યો હતો. જોકે, મંજૂરી ન મળતાં હાર્દિક પટેલ સહિત પાસ કન્વિનરો આજે રવિવારે નિકોલમાં પ્રતિક ઉપવાસ કરવાના હતો જેના કારણે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. હાર્દિકના ઘરની બહાર પોલીસ કાફડો ખડકી દેવામાં આવ્યો છે.
4/6
![શનિવારે પાસ કન્વીનર હાર્દિકે આમરણાંત ઉપવાસ માટે જગ્યાની મંજૂરી ન મળી હોવાથી આ પત્ર લખ્યો છે. પત્રમાં હાર્દિકે લખ્યું છેકે બંધારણીય રીતે તેને ઉપવાસ કરવા માટે મંજૂરી મળવી જોઈએ. હાર્દિકે પત્રમાં લખ્યું છે કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાને આધારે આમરણાંત ઉપવાસ કરવા એ તેનો અધિકાર છે. સાથે જ હાર્દિકે પત્રમાં પોલીસ સાથ અને સહકાર આપે તેવી પણ વાત લખી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19105338/HARDIK-12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિવારે પાસ કન્વીનર હાર્દિકે આમરણાંત ઉપવાસ માટે જગ્યાની મંજૂરી ન મળી હોવાથી આ પત્ર લખ્યો છે. પત્રમાં હાર્દિકે લખ્યું છેકે બંધારણીય રીતે તેને ઉપવાસ કરવા માટે મંજૂરી મળવી જોઈએ. હાર્દિકે પત્રમાં લખ્યું છે કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાને આધારે આમરણાંત ઉપવાસ કરવા એ તેનો અધિકાર છે. સાથે જ હાર્દિકે પત્રમાં પોલીસ સાથ અને સહકાર આપે તેવી પણ વાત લખી છે.
5/6
![તેમણે વધુમાં જણાવ્યું હતું ગુજરાતના વિવિધ જગ્યાઓથી આશરે 500 જેટલા લોકોને ઉપવાસ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે સૌરાષ્ટ્ર, મહેસાણા, સુરત સહિત આશરે 300 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમે હથિયાર લઇને કોઇ યુદ્ધ છેડવા નથી જતા અમે અમારા હક માટે ઉપવાસ કરવા જઇએ છીએ જોકે, સરકારના ઇશારે પોલીસ અમને રોકી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19105333/HARDIK-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેમણે વધુમાં જણાવ્યું હતું ગુજરાતના વિવિધ જગ્યાઓથી આશરે 500 જેટલા લોકોને ઉપવાસ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે સૌરાષ્ટ્ર, મહેસાણા, સુરત સહિત આશરે 300 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમે હથિયાર લઇને કોઇ યુદ્ધ છેડવા નથી જતા અમે અમારા હક માટે ઉપવાસ કરવા જઇએ છીએ જોકે, સરકારના ઇશારે પોલીસ અમને રોકી રહી છે.
6/6
![હાર્દિક પટેલ અને તેના સાથીઓ નિકોલ પહોંચે તે પહેલા જ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો. જ્યારે બીજી તરફ હાર્દિક પટેલના ઘરે ક્રાઇમ બ્રાંચ ટીમ પહોંચી ગઇ હતી. પોલીસ દ્વારા હાર્દિક પટેલના 100થી વધુ સાથીઓની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનના કારણે હાર્દિક પટેલ અને તેના સાથીઓ મોંઢા પર કાળીપટ્ટી બાંધીને ઉપવાસ કરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19105329/HARDIK-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાર્દિક પટેલ અને તેના સાથીઓ નિકોલ પહોંચે તે પહેલા જ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો. જ્યારે બીજી તરફ હાર્દિક પટેલના ઘરે ક્રાઇમ બ્રાંચ ટીમ પહોંચી ગઇ હતી. પોલીસ દ્વારા હાર્દિક પટેલના 100થી વધુ સાથીઓની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનના કારણે હાર્દિક પટેલ અને તેના સાથીઓ મોંઢા પર કાળીપટ્ટી બાંધીને ઉપવાસ કરશે.
Published at : 19 Aug 2018 10:56 AM (IST)
Tags :
Ahmedabad Police Alert Hardik Patel To Sit On One Day Fast Police Detained 14 Supporters Hardik Patel House Hardik Patel Supporters To Observe Fast Sitting In Cars August 25 Agitation Sitting In Cars On August 19 Ground In Nikol Area Patidar Quota Agitation Leader Hardik Patel Patidar Quota Agitation Patidar Leader Hardik Patelવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)