શોધખોળ કરો

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે

પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓ માટે શારીરિક પરીક્ષાની તારીખો જાહેર કરી છે.

Police Recruitment 2025: રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓ માટે શારીરિક પરીક્ષાની તારીખો જાહેર કરી છે.  પુરૂષ ઉમેદવારો માટે 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી શારીરિક પરીક્ષા યોજાશે.  મહિલા અને પૂર્વ સૈનિક ઉમેદવારો માટે 21 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી પરીક્ષા યોજાશે. PSIની 858 જગ્યા, LRDની 12,733 જગ્યા માટે  ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ

(1)પો.સ.ઇ. કેડરની 858 જગ્યાઓ અને લોકરક્ષક કેડરની 12733  જગ્યાઓ મળી કુલ-13591 જગ્યાઓની ભરતી માટે જાહેરાત ક્રમાંકઃGPRB/202526/1 અન્વયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. 

(2) આ જાહેરાત અન્વયે 10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. આ ઉમેદવારોને રાજયના નિર્ધારીત 15 (પંદર) શહેર/જીલ્લા/SRP જુથ/તાલીમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test (PET)) અને શારીરિક માપ કસોટી (Physical Standard Test (PST)) માટે તારીખ 21.01.2026થી બોલાવવામાં આવેલ છે.

(3) 11 (અગીયાર) ગ્રાઉન્ડ ખાતે પુરૂષ ઉમેદવારોની તા.21.01.2026 થી તા.13.03.2026 સુધી તથા 4 (ચાર) ગ્રાઉન્ડ ખાતે મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારોની તા.21.01.2026 થી તા.06.03.2026 સુધી શારીરિક કસોટી યોજવામાં આવેલ છે.

(4)દરેક ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક / પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં  90 કરતા વધુ પોલીસ સ્ટાફની નિમણૂંક કરવામાં આવેલ છે. ઉપરાંત દરેક ગ્રાઉન્ડ ના સુપરવિઝન અધિકારી તરીકે DIGP/IGP કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવેલ છે.

(5)  શારીરિક કસોટીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે.

(6)દોડ કસોટી દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે.

(7) શારીરિક કસોટીની તમામ પ્રક્રિયા CCTV કેમેરાની નિગરાની હેઠળ કરવામાં આવનાર છે.  

(8) શારીરીક માપ કસોટીમાં પુરૂષ ઉમેદવારોની ઉંચાઇ / છાતીની માપણી તથા મહિલા ઉમેદવારોની ઉંચાઇની માપણી આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવનાર છે.

(9)તમામ ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે. 

(10) પુરૂષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ 25 મીનીટમાં, મહિલા ઉમેદવારોએ 1600  મીટરની દોડ 9 મીનીટ 30  સેકન્ડમાં અને માજી સૈનિક ઉમેદવારોએ 2400  મીટરની દોડ 12 મીનીટ 30  સેકન્ડમાં પુરી કરવાની રહેશે.

(11) અનુસુચિત જનજાતિ(ST)ના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 162 સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 165 સે.મી. હોવી જોઇએ.

(12) અનુસુચિત જનજાતિ(ST)ના મહિલા ઉમેદવારની ઉંચાઇ 150  સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના મહિલા ઉમેદવારની ઉંચાઇ 155 સે.મી. હોવી જોઇએ.

(13) તમામ પુરૂષ ઉમેદવારોની છાતીનું માપ ઓછામાં ઓછુ 79 સે.મી. થી 84  સે.મી. હોવુ જોઇએ. એટલે કે છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સે.મી. હોવો જોઇએ.

(14) પો.સ.ઇ. કેડરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત સ્નાતક અથવા તેને સમકક્ષ તથા લોકરક્ષક કેડરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ-12 અથવા તેને સમકક્ષ રાખવામાં આવેલ છે.

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget