રાજ્ય પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સ્વરૂપે આ જાહેરાત કરતાં કહ્યું કે, આગામી એક જ મહિનામાં ફરી પરીક્ષા લેવાશે. પાલનપુરમાં પેપર ફૂટતાં આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. આ અંગે વિકાસ સ્વરૂપ કોઈ સ્પષ્ટ ખુલાસો કરી શક્યા નહોતા. તેમણે સરકાર વતી પરીક્ષાર્થીઓની માફી માગી હતી.
4/5
રાજ્યભરમાંથી 9 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અઘણગડ વહીવટના કારણે પેપર ફૂટી જતાં આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. તેના કારણે રાજ્યના 29 શહેરોમાં 9 લાખ વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા હતા.
5/5
અમદાવાદઃ ગુજરાત સરકાર માટે બનેલી વધુ એક શરમજનક ઘટનામાં રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે રવિવારે લેવાઈ રહેલી લોકરક્ષકની 9,713 બેઠકો માટેની લેખીત પરીક્ષાનું પેપર ફૂટી જતાં આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઈ છે.