તાજેતરમાં કંપનીના માલિક ગાંધીનગર ખાતે યુવતીને લઇ જતાં હતા ત્યારે યુવતી ગભરાઇ ગઇ હતી અને માલિક પાણી લેવા ગયા ત્યારે તે ગાડી લઇ કંપનીના ગેસ્ટ હાઉસમાં કાર મૂકી જતી રહી હતી. આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં આક્ષેપો સાથેની ફરિયાદ નોધાતા પોલીસે આક્ષેપોના તથ્ય અંગે તપાસ હાથ ધરી છે.
2/7
પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો અને માલિક યુવતીને ઓફિસમાં મોડે સુધી રોકતા અને સેક્સ માણતા હતા. યુવતી વિરોધ કરતી તો નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા. વડોદરા સહિત અન્ય જગ્યાએ કંપનીના કામે લઇ જવાનુ કહીને અલગ અલગ હોટલોમાં લઇ જઇ સેક્સ માણ્યું હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો છે. .
3/7
કંપનીના માલિકે ઉંઘમાં જ યુવતીને નગ્ન કરી યુવતીના અશ્લીલ ફોટા પાડી લીધા હતા. બીજા દિવસે માલિકે યુવતીને ઓફિસમાં ફોટા બતાવી બ્લેકમેઇલ કરવાની શરૂઆત કરી હતી. માલિકે પહેલી વાર ઓફિસમાં જ મોડે સુધી રોકીને તેની સાથે સેક્સ માણ્યું હતું અને પોતાની હનસનો શિકાર બનાવી હતી.
4/7
આ ઈન્ટરવ્યૂ બાદ જીએસપી કંપનીમાંથી જાણ થઇ હતી કે, કંપનીમાં યુવતીની નોકરી નક્કી થઇ ગઇ છે. નોકરી પાકી થતાં યુવતી મેમનગર ખાતે ભાડાના મકાનમાં રહેવા આવી હતી. એક દિવસ તે બિમાર હતી. તે દરમિયાન કંપનીના માલિક તેના ઘરે ગયા હતા અને તેને જમાડીને ઉંઘાડી દીધી હતી.
5/7
અમદાવાદઃ અમદાવાદના મીઠાખળીમાં આવેલી જીએસપી કંપનીના માલિકે 30 વર્ષીય યુવતીને નોકરી આપી તેના નગ્નાવસ્થામાં ફોટા પાડી લીધા હતા. આ ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરી માલિકે વારંવાર યુવતી સાથે હોટેલ અને ભાડાના મકાનોમાં સેક્સ માણ્યું હતું.
6/7
મૂળ રાજસ્થાનની 30 વર્ષીય યુવતી તેના માતા અને ભાઇ સાથે એસજી હાઇવે પર રહે છે. 2014માં શહેરમાં રહેતા એક મિત્ર દ્વારા મીઠાખળી પાસે જીએસપી કંપની ધરાવતા કેનલ વી. શાહ (રહે. મણિકમલ સોસા. થલતેજ) સાથે ઓળખાણ થઇ હતી. યુવતીને નોકરીની જરૂર હોવાથી કેનલે કાફેમાં ઇન્ટરવ્યૂ લીધો હતો.
7/7
યુવતીએ કંપનીના માલિકની હવસ સંતોષવા તેની સાથે સેક્સ માણવું પડતું. માલિક અલગ અલગ જગાએ લઈ જઈ તેને સેક્સની ફરજ પાડતો હતો. આ બધાથી કંટાળીને અંતે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે મહિલા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.