આ અંગે વિગતો એવી છે કે, બે દિવસ પહેલા નવીન શાહ બે દિવસ પહેલા પોતાના ડ્રાઇવરને વૈષ્ણોદેવી પાસે કાર ઊભી રખાવીને પોણા કલાકમાં આવું છું કહીને નિકળી ગયા બાદ પરત ફર્યા નહોતા. આથી ડ્રાઇવરે માલિકના પરિવારજનોને જાણ કરી હતી. ત્યાર બાદ અડાલજ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ કરવામાં આવતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
2/5
નવનીત પબ્લિકેશનના માલિક 69 વર્ષીય નવીનભાઇ નાનજીભાઇ શાહ (રહે. જીમખાના રોડ સામે, બોપલ, અમદાવાદ) મંગળવારે સવારે પોતાની મેમનગર ઓફિસથી પોતાની લગ્ઝુરિયસ કારમાં ડ્રાઇવર પ્રભાતભાઇ મગનભાઇ દેસાઇ સાથે વૈશ્નોદેવી સર્કલ પાસે આવ્યા હતા. અહીંથી તેઓ ડ્રાઇવરને થોડીવારમાં આવવાનું કહીને ગયા પછી ગુમ થઈ ગયા હતા.
3/5
નવીનભાઈના ડ્રાઇવર પ્રભાતભાઇના જણાવ્યા પ્રમાણે તમે અહીંયા પોણો કલાક રાહ જુઓ હું હમણાં મારું કામ પતાવીને આવું છું, તેમ કહીને નવીનભાઈ નીકળ્યા હતા. તેઓ સાહેબના કહ્યા પ્રમાણે કારમાં ગોરબંધ હોટલ પાસે પાર્ક કરાવેલી જગ્યાએ બેસી રહ્યા હતા. એક કલાક સુધી સાહેબ નહીં આવતા પ્રભાતભાઇએ સાહેબના પરિવારજનોને જાણ કરી હતી.
4/5
બાદમાં અડાલજ પોલીસ મથકમાં ગુમ થવાની ફરિયાદ કરાતાં પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જોકે, મંગળવારથી ગુમ થયેલા નવીનભાઈની કોઈ ભાળ મળી નહોતી. આજે અચાનક તેમની લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે.
5/5
અમદાવાદઃ રાજ્યમાં પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં વિખ્યાત બનેલા નવનીત પ્રકાશનના માલિક નવીત શાહ વેષ્ણોદેવી સર્કલ પાસેથી બે દિવસ પહેલા ગુમ થઈ ગયા હતા. આ પછી આજે મોડાસના માલપુર પાસેથી તેમની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને કરોડોની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, આ પછી તેમની લાશ મળી આવી છે.