અંતે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીને જ્યારે તેમને આ અંગેની જાણ થઇ ત્યારે તેમણે બંન્નેના પરિવારજનોને મનાવી બંન્નેના લગ્ન કરાવ્યા હતા. 12 જૂનના રોજ બંને જણાએ વૃદ્ધાશ્રમના વડીલોના આશીર્વાદમાં પ્રભુતામાં પગલા પાડ્યા હતાં. આ લગ્ન સમારંભમાં ભરતભાઇ અને ઇલાબહેન બંનેના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં અને વૃદ્ધાશ્રમનો આભાર માન્યો હતો.
2/5
ભરતભાઇએ જણાવ્યું હતું કે, “પરિવારની જવાબદારીઓ નિભાવતા હું ક્યારે વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ગયો તે વાતનો મને ખ્યાલ ન રહ્યો અને નાની ઉંમરે મારા પત્ની ઇલાના માતાપિતાનું અવસાન થઇ જતા એક ભાઇ અને બે બહેનોની જવાબદારી તેના માથે આવી ગઇ હતી. આખી જિંદગી મહેનત કરીને તેમણે પોતાના ભાઇ બહેનોને ભણાવી ગણાવીને મોટા કર્યા હતાં. છતાં જીવનના અંતિમ તબક્કે બંને લોકોને વૃદ્ધાશ્રમમાં રહેવાનો વારો આવ્યો હતો.”
3/5
જેને કારણે તેમને જીવનની ઢળતી સંધ્યાએ વૃદ્ધાશ્રમમાં આવીને રહેવું પડ્યું હતું. ઇલાબહેન અને ભરતભાઇ બંને જણા વૃદ્ધાશ્રમની ભોજનશાળામાં રોજ સેવા કાર્ય કરતા હતા. આ સમયે જ તેઓને મનમેળ થયો હતો.
4/5
લાંભાના જીવનધારા વૃદ્ધાશ્રમમાં રહેતા પોરબંદર નિવાસી 64 વર્ષીય ભરત દવે અને મુંબઇથી 8 મહિના પહેલા અહીંયા રહેવા આવેલા 61 વર્ષીય ઇલાબહેન ઢગાઇએ તાજેતરમાં પ્રભુતામાં પગલા પાડ્યા હતા. બંનેના જીવનમાં ઘણી સામ્યતાઓ રહેલી છે. નવદંપતી પોતાના પરિવારજનોની કાળજી રાખવામાં અને ઉછેર કરવામાં પોતાનો સંસાર વસાવી શક્યા નહોતા.
5/5
અમદાવાદ: અમદાવાદના લાંભા વિસ્તારમાં વિચિત્ર લગ્ન યોજાયા. જેમાં યુગલ તો નવપરિણીત હતું પરંતુ તેમાં ફર્ક હતો ઉંમરનો. જેમણે જીવનની ઢળતી સંધ્યામાં દાંપત્ય જીવનની શરૂઆત કરી અને આ આશીર્વાદ તેમની સાથે રહેનારા વડીલોએ જ આપ્યા. જેમાં વરની ઉંમર 64 વર્ષ હતી જ્યારે નવવધૂની ઉંમર 61 વર્ષ હતી. જોકે, તેમ છતાં બંન્નેના આ પ્રથમ લગ્ન હતા.