શોધખોળ કરો

Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો

Gujarat Rain Live Update: : હવામાન વિભાગે 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે. જાણીએ હવામાન અપડેટ્સ

LIVE

Key Events
Heavy to very heavy rains forecast in the state, red alert in this district Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
ગુજરાતમાં ભારે વરસાદ જુઓ અપડેટ્સ
Source : abp live

Background

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોનસૂન ટ્રૂફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકસાથે સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 31 જુલાઈ માટે વિવિધ જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

31 જુલાઈ માટે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે 31 જુલાઈ માટે અમદાવાદ, વડોદરા, બોટાદ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ

સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દીવ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

મોનસૂન ટ્રૂફથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ

હાલમાં મોનસૂન ટ્રૂફ સક્રિય હોવાથી ગુજરાતમાં ભારે ભેજનું વાતાવરણ સર્જાયું છે. તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. આ સિસ્ટમની અસર સમગ્ર રાજ્યમાં અનુભવાઈ શકે છે અને આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે.

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી વાદળો ઝડપથી બનશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાતાવરણમાં વાદળો ઝડપથી વિકસશે. આ સિસ્ટમ આગળ વધીને લો પ્રેશરમાં પરિવર્તિત થાય તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાતના હવામાન પર જોવા મળશે. પશ્ચિમી પવનોના કારણે ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ શકે છે.

13 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર

ભારે વરસાદની સંભાવનાને પગલે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જામનગર, સુરત, આણંદ, ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, દાહોદ અને ખેડા સહિત કુલ 13 જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને વરસાદ દરમિયાન મુસાફરીમાં મુશ્કેલી ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે. 

14:19 PM (IST)  •  31 Jul 2026

અમદાવાદમાં વરસાદની એન્ટ્રી, પૂર્વના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરમાં વરસાદની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના પૂર્વ વિસ્તાર સહિત નરોડા અને એરપોર્ટ વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે મુખ્ય માર્ગો પર વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કલાકોમાં પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

13:04 PM (IST)  •  31 Jul 2026

આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, પેટલાદ-બોરસદમાં ભારે વરસાદ

આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક તાલુકાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખંભાત, પેટલાદ, બોરસદ અને સોજીત્રા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. વરસાદના આંકડા મુજબ બોરસદમાં સૌથી વધુ 6.26 ઈંચ, ખંભાતમાં 5.79 ઈંચ, આણંદમાં 5.59 ઈંચ અને પેટલાદમાં 5.58 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે પેટલાદના સાંઈનાથ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

Embed widget