શોધખોળ કરો
ગાંધીનગરમાં ૧૨૫ની સ્પીડે ૨૨ લાખની બાઇક ગાય સાથે ટકરાતાં યુવકનું મોત
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 28 Jan 2018 04:42 PM (IST)
1/6

અકસ્માત પુર્વે મોઇન શેખે અમદાવાદમાં કંપની દ્વારા આયોજિત રોડ સેફ્ટિ અવરનેસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. કંપનીએ સવારે આઠથી દસ કલાક દરમિયાન આ કાર્યક્રમ અંતર્ગત સિટી રાઇડ રાખી હતી. જે પુર્ણ કર્યા બાદ મોઇન અને તેના સાથી મિત્રોએ ગાંધીનગર આંટો મારવાનો પ્લાન બનાવ્યો હતો. તેઓ ગાંધીનગર તરફ આવી રહ્યા હતા ત્યારે આ કરૃણાંતિકા સર્જાઇ હતી.
2/6

આ સમયે કેનાલ બ્રીજ ઉતરીને થોડે દુર જ આ ઘટના બની હતી. મોઇન શેખ પાસે પણ બુગાડી કંપનીની જીજે-૦૧-ટીસીબી-૦૬૯ નંબરની બાઇક હતી. અચાનાક રસ્તા પર દોડી આવેલી ગાય સાથે પુરપાટ ઝડપે પસાર થતા મોઇન શેખની બાઇક અથડાઇ હતી. આ બનાવમાં મોઇનની બાઇક સાથે ગાય ૪૦ ફુટ સુધી રોડ પર ઢસડાઇ હતી. અકસ્માતમાં બાઇક ચાલક મોઇન શેખ અને ગાયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. મોઇન શેખે હેલ્મેટ પણ પહેર્યુ હતું. પરંતુ બાઇકની સ્પિડ વધુ હોવાના કારણે સર્જાયેલા અકસ્માતમાં હેલ્મેટ પણ તુટીને છુટી પડી ગયુ હતું. ઘટનાની જાણ થતા જ અડાલજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મોઇન શેખની બાઇકની સ્પીડ ૧૨૫ કિ.મી જેટલી હોવાનુ ખુલ્યુ હતું. તે તેના અન્ય સાથી મિત્રો સાથે જ બાઇક પર નિકળ્યો હતો. પરંતુ તે પાછળ રહી ગયો હતો.
3/6

આ ઘટના શુક્રવાર બપોરે ૧૨ કલાક આસપાસ અમદાવાદથી ગાંધીનગર તરફ આવતા સુઘડ કેનાલ બ્રીજ પાસે બન્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા બાઇક ચાલકનું નામ મોઇન નઝરહુસેન શેખ (ઉ.વ.૩૨, રહે. સરદારસ્મૃતિ એપાર્ટમેન્ટ, મક્તાપુર, સરખેજ, અમદાવાદ) હોવાનું ખુલ્યુ છે. તે અમદાવાદમાં જ આવેલી બુગાટી બાઇક કંપનીમાં આસીસ્ટન્ટ સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. શુક્રવારે કંપની દ્વારા અમદાવાદમાં રોડ સેફ્ટી અવરનેસ અંતર્ગત સિટી રાઇડ રાખવામાં આવી હતી. આ રાઇડ પુર્ણ કર્યા બાદ મોઇન શેખ અને તેના અન્ય સાથીમિત્રો કંપનીની જ બાઇક લઇને અમદાવાદથી ગાંધીનગર તરફ આવી રહ્યા હતા.
4/6

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અમદાવાદના બુગાટી બાઇક કંપનીમાં ફરજ બજાવતો હતો, અને તેના અન્ય સાથી બાઇક ચાલકો સાથે ગાંધીનગર તરફ જઇ રહ્યો હતો., આ દરમિયાન બાઇકની સ્પીડ ૧૨૫ કિ.મી જેટલી હતી. અકસ્માત બાદ ગાય બાઇક સાથે ૪૦ ફુટ સુધી ઢસડાઇ હતી. અકસ્માતમાં બાઇક ચાલકનું હેલ્મેટ તુટી જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી જેના કારણે ઘટનાસ્થળે જ યુવકનું મોત નિપજ્યુ હતું.
5/6

અમદાવાદઃ ગાંધીનગર હાઇવે પર શુક્રવારે એક ભયંકર અકસ્માત થયો, જેમાં બાઇક સવારનું મોત નિપજ્યું હતું. માહિતી પ્રમાણે, અમદાવાદ ગાંધીનગર હાઇવે પર સુઘડ પાસે શુક્રવારે પુરપાટ ઝડપે પસાર થતી બાઇક રસ્તા પર અચાનક આડી પડેલી ગાય સાથે અથડાઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતોકે, બનાવમાં બાઇક ચાલક અને ગાયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.
6/6

સાથી મિત્રો સુધી પહોંચવા માટે તેણે સ્પીડ પર કાબુ રાખ્યો નહી હોવાનું પોલીસનું અનુમાન છે. આ ઘટનાની જાણ થતાજ બાઇક કંપનીના કર્મચારીઓ અને મોઇનનો પરિવાર સ્થળ પર દોડી આવ્યો હતો.મૃતક મોઇન શેખના લગ્ન છ માસ પુર્વે જ થયા હોવાનું જાણવા મળ્યુ છે. બનાવ અંગે અડાલજ પોલીસે મિત સુરેશભાઇ રિન્દાણીની ફરિયાદના આઘારે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
Published at : 28 Jan 2018 04:42 PM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
અમદાવાદ
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
ટ્રેન્ડિંગ સમાચાર






















