‘પદ્માવત’ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રાજપૂત કરણી સેનાના એક સભ્યે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દુઃખદ છે. અમે ફિલ્મની રિલીઝ સામે અમારો વિરોધ ચાલુ રાખીશું. અમે દિલ્હીના રામલીલા મેદાનમાં પણ વિશાળ વિરોધ પ્રદર્શન કરીશું.’
2/3
ક્ષત્રીય સમાજના કેટલાક લોકોએ ફિલ્મ ‘પદ્માવત’ને રિલીઝ કરવાના નિર્ણયના વિરોધમાં બાવળા-બગોદરા હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રકટ કર્યો હતો. અહીં લોકોએ ટાયરો સળગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
3/3
અમદાવાદ: ‘પદ્માવત’ દેશભરમાં આ ફિલ્મનો વિરોધ યથાવત્ છે. અમદાવાદમાં ફરી એક વાર ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે. બાવળા-બગોદરા હાઈવે પર ફિલ્મના વિરોધમાં ક્ષત્રીય સમાજના કેટલાક લોકોએ ચક્કાજામ કરી ટાયરો સળગાવ્યાં હતાં. ઉગ્ર વિરોધને પગલે સ્થિતિ વણસે નહિ તે માટે પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.