ગુજરાતમાં તોફાનો કરીને હાર્દિક પટેલ તથા તેના સાગરીતો સામે રાજદ્રોહ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરીને ચાર્જશીટ મૂક્યું હતું. હાર્દિક પટેલ કોર્ટ હાજર નહી થઈને મુદત માગી હતી.
2/4
આ ઉપરાંત કોર્ટે હાર્દિક પટેલ સહિતના હાજર ન રહેલા આરોપીઓને છેલ્લી મુદત આપી હવે પછી ચાર્જફ્રેમની કાર્યવાહી કરવામાં આવશે તેમ આરોપીઓના વકીલોને જણાવ્યું હતું. ઘણાં સમયથી આરોપીઓ કાનૂની અરજીઓ કરીન મુદતો મેળવી રહ્યા છે. જેના લીધે ચાર્જફ્રેમ થઈ શકતો નથી.
3/4
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનમાં સરકાર સામે બળવો સહિતની કલમો હેઠળ હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી રિટનું સ્ટેટ્સ રજૂ કરવા માટે સેશન્સ કોર્ટે આદેશ આપ્યો છે.
4/4
સરકારને અસ્થિર કરવાના ઇરાદે કાવતરું રચીને પટેલોને અનામતના નામે ઉશ્કેરણી કરીને સરકાર સામે દબાણ લાવીને 25મી ઓગસ્ટના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ઉશ્કેરણીજનક ભાષણો કરતાં ગુજરાતમાં હિંસા તથા આતંક ફેલાવવીને સરકારી કચેરીઓ, રાજ્ય સેવકો, પોલીસ કર્મચારીઓ ઉપર હુમલા થયા હતા.