શોધખોળ કરો
શંકરસિંહ વાઘેલા 29 જાન્યુઆરીએ ક્યા પક્ષમાં જોડાઈને કરશે નવી પૉલીટિકલ ઈનિંગ્સની શરૂઆત? જાણો વિગત
1/4

2/4

અમદાવાદ શહેરમાં 29 જાન્યુઆરીના રોજ એનસીપીનું મહાસંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાઈ જશે તેમ એનસીપીનાં સૂત્રોએ જણાવ્યું છે. આ મહાસંમેલનમાં શરદ પવાર પણ હાજર રહેવાના છે અને પવારની હાજરીમાં શંકરસિંહ એનસીપીનો ખેસ ધારણ કરશે.
3/4

શંકરસિંહ વાઘેલાએ 2017માં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. કોંગ્રેસના નેતા અહમદ પટેલને હરાવવા માટે શંકરસિંહે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. જો કે શંકરસિંહ કોંગ્રેસને હરાવવામાં સફળ રહ્યા નહોતા અને અહમદ પટેલ જીતી ગયા હતા.
4/4

અમદાવાદ: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણીમાં પોતે સક્રિય થશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાતને અનુલક્ષીને શંકરસિંહ વાઘેલા શરદ પવારની પાર્ટી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં જોડાશે તેવી પ્રબળ શક્યતા છે.
Published at : 24 Jan 2019 10:14 AM (IST)
Tags :
ShankarSinh VaghelaView More





















