આ અંગેની વિગતો એવી છે કે, એચ.એલ. કોલેજમાં એફ.વાય.બીકોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ક્ષિતિજ રબારી, જય ભરવાડ, જયેશ રબારી અને અજમલ રબારી છેલ્લા ત્રણ મહિનાથી હેરાન કરતા હતા. તેની ફરિયાદ છે કે, બાઇકની ચાવી લઈ ટપલીઓ મારવામાં આવતી હતી અને જાતિ વિષયક શબ્દો બોલા જાહેરમાં ડાન્સ કરવાનું, પેન્ટ ઉતારવાનું કહેવાતું હતું. એટલું જ નહીં ગંદી ગાળો આપી મારી નાંખવાની ધમકી મળતી હતી.
2/5
ગત 20મી સપ્ટેમ્બરે વિદ્યાર્થીને કોમર્સ છ રસ્તા પાસે આવેલી ચાની કીટલી પર બોલાવીને બે લાફા મારીને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ રેગિંગની ઘટનાથી કંટાળી વિદ્યાર્થીએ 21 સપ્ટેમ્બરના રોજ ફીનાઈલ પણ પી લીધું હતું. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ક્ષિતિજ રબારી, જય ભરવાડ, જયેશ રબારી અને અજમલ રબારી સામે ફરિયાદ નોંધાઈ છે.
3/5
આ વિદ્યાર્થી મૂળ રાજુલા તાલુકાનો છે. તેના પરિવાર ખેતી કરી ગુજરાન ચલાવે છે. પીડિતે જુલાઈ 2018માં એચ.એલ.કોમર્સ કોલેજના એફ.વાય.બી.કોમ.ના સેમેસ્ટર-1માં એડમિશન લીધું હતું અને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કોલેજની હોસ્ટેલમાં રહે છે.
4/5
અમદાવાદઃ શહેરની જાણીતી એચ.એલ. કોલેજમાં વિદ્યાર્થીના રેગિંગની ઘટના સામે આવી છે. કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ત્રણ વિદ્યાર્થી સહિત અન્ય એક મળી ચાર યુવકોએ વિદ્યાર્થીનું રેગિંગ કર્યું હતું. રેગિંગથી કંટાળી વિદ્યાર્થીએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ, ત્રણ આરોપીઓ સામે નરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સરકારે પણ તપાસના આદેશ આપ્યા છે.
5/5
આ રેગિંગની ઘટના મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, આ પ્રકારની ગંભીર ઘટનાને ચલાવી લેવામાં આવશે નહીં અને સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરાશે.