નોંધનીય છે કે, ગત સુનાવણી વખતે પીડિતાએ ભાનુશાળી સામેની બળાત્કારની ફરિયાદ રદ થાય તો પોતેને વાંધો નથી, તે પ્રકારનું સોગંધનામું રજૂ કર્યું હતું. ત્યારે કોર્ટે તેને પુનઃ વિચાર કરવા સમય આપ્યો હતો અને સાતમી ઓગસ્ટે વધુ સુનાવણી નિયત કરી હતી.
2/3
ગત સુનાવણી વખતે હાઈકોર્ટે કેસના તપાસ અધિકારીને પીડિતાએ કોર્ટમાં રજૂ કરેલ એફિડેવિટની ચકાસણી કરવા કહ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે, આ અરજીમાં હાઈકોર્ટ શું ચુકાદો આપે છે.
3/3
અમદાવાદઃ સુરતની યુવતી દ્વારા ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી સામે થયેલી બળાત્કારની ફરિયાદ રદ કરવા મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થવાની છે. હાલ પીડિતા હાઈકોર્ટમાં હાજર છે અને થોડીવારમાં સમાધાન મુદ્દે સુનાવણી શરૂ થશે